Delhi

બ્રિજભૂષણ શરણ સિંહે આરોપોને નકારી દીધા, પોલીસની સામે થયા હાજર, જીૈં્‌ની કરાઈ રચના

નવીદિલ્હી
દિલ્હી પોલીસે શુક્રવારે અહીંની એક વિશેષ અદાલતને જણાવ્યું હતું કે, રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (ઉહ્લૈં)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે મહિલા કુસ્તીબાજાે દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (જીૈં્‌)ની રચના કરવામાં આવી છે. પોલીસે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હરજીત સિંહ જસપાલની કોર્ટમાં આ માહિતી આપી હતી. કોર્ટે અગાઉ પોલીસને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે કોર્ટને કહ્યું કે, મામલાની ગંભીરતાને જાેતા અમે જીૈં્‌ની રચના કરી છે. જીૈં્‌ મામલાની તપાસ કરશે.તેમણે કહ્યું કે, આ મામલે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે અનુરોધ કર્યો હતો કે, મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રિપોર્ટ કોઈની સાથે શેર કરવામાં ન આવે. દિલ્હી પોલીસે સીલબંધ કવરમાં રિપોર્ટ સોંપ્યો છે. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ મામલે આગામી સુનાવણી ૨૭ મેની તારીખ નક્કી કરી છે. કુસ્તીબાજાેની અરજી પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી હતી. અરજીમાં તપાસ પર દેખરેખ રાખવા અને કથિત પીડિતોના નિવેદનો કોર્ટ સમક્ષ રેકોર્ડ કરવાની વિનંતી કરવામાં આવી છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજાે સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે, સિંઘે એક સગીર સહિત અનેક મહિલા કુસ્તીબાજાેનું યૌન શોષણ કર્યું હતું. દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધી છે, જેમાંથી એક એફઆઈઆર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટની કલમ ૧૦ હેઠળ દાખલ કરવામાં આવી છે. સિંહે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજાેએ કાળી પટ્ટી પહેરી હતી. કુસ્તીબાજાેએ ગુરુવારને કાળો દિવસ ગણાવ્યો હતો. ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાનો આરોપ છે કે તેના ફોન નંબર ટ્રેક કરવામાં આવી રહ્યા છે. બજરંગ પુનિયાએ કહ્યું કે, આજે આપણે બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધમાં કાળો દિવસ મનાવી રહ્યા છીએ. અમને અમારી જીતનો પૂરો વિશ્વાસ છે. કારણ કે, આખો દેશ અમારી લડાઈમાં અમારી સાથે છે. દરરોજ અમારો વિરોધ વેગ પકડી રહ્યો છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *