ખરગોન-મધ્યપ્રદેશ
મધ્ય પ્રદેશના ખરગોનમાં વંટોળમાં લગ્નનો મંડપ લોખંડના પાઈપ સહિત હવામાં ઉડી ગયો હતો. અમુક લોકોએ ઉડી રહેલા આ પાઈપને પકડવાનો પ્રયાસ કર્યો, પણ વંટોળની વચ્ચે ધૂળની ડમરી ઊડી તો લોકો ભાગવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. કહેવાય છે કે, ૪૫ બાઈ ૪૫નો મંડપ ૨૦૦ ફુટ ઊંચાઈ સુધી ઉડ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, ખરગોન જિલ્લાથી લગભગ ૭૦ કિમી દૂર ઝિરન્યા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુસુંબિયા ગામમાં બપોરના સમયે જરબદસ્ત વંટોળ આવ્યો. આ દરમ્યાન લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. લગ્નની તૈયારીમાં માટે આવેલા લોકો વંટોળના કારણે આમતેમ ભાગવા લાગ્યા. જે દરમ્યાન ત્યાં લગાવેલ મંડપ હવામાં ઉડી ગયો હતો.
મધ્યપ્રદેશ ખરગોનમાં ભારે પવન અને વાવાઝોડું આવતા જબરદસ્ત હવાની વચ્ચે અમુક લોકોએ લગ્નના મંડપની લોખંડની પાઈપોને પકડીને ઉડતા રોકવાનો પ્રયાસ કર્યો, પણ વંટોળની ગતિ જાેઈને લોકો ભાગવા લાગ્યા હતા. આ દરમ્યાન લગ્ન સમારંભમાં સામેલ થવા આવેલા મહેમાનોમાંથી કોઈએ તેનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ૨૦૦ ફુટની ઊંચાઈ સુધી ઉડ્યા બાદ એક ટેંટ ૧૧ કેવીના વીજળીના તાર પર પડ્યો હતો. ત્યાર બાદ ગામલોકોએ તાત્કાલિક વીજળી સપ્લાઈ બંધ કરાવી. સારી વાત એ છે કે, આ દરમ્યાન કોઈ જાનહાની થઈ નથી. લોખંડના પાઈપ સહિત ટેન્ટ જ્યારે હવામાં ઉડ્યા બાદ નીચે પડ્યો તો અફરાતફરી મચી ગઈ હતી અને લોકો આમતેમ ભાગવા લાગ્યા હતા. હકીકતમાં જાેઈએ તો, ગામના ટેરસિંહ સુમાલની દીકરી જ્યોતિના લગ્ન હતા. આ દરમ્યાન ખેતરમાં મંડપ બાંધ્યા હતા. પિછડિયાથી જાન આવી હતી. લગ્ન બાદ મહેમાનો ભોજનની તૈયારી કરી રહ્યા હતા. આ દરમ્યાન અચાનક વંટોળ આવ્યો અને માંડવો ઉડી ગયો.