સુરત
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જુના ટ્રોમા સેન્ટર સામેથી મહિલાની લાશ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. ૨૦ વર્ષીય અજાણી યુવતિની રહ્યસ્ય સંજાેગોમાં લાશ મળી આવી છે. ગઈ કાલે સાંજે મહિલાનો મૃતદેહ મળી આવતા તંત્ર એલર્ટ થયું હતું. આ અંગે ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસ પેનલ પીએમ કરાવશે.
