Gujarat

૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ સમિટ યોજાશે

ગાંધીનગર
વાઇબ્રન્ટ સમિટની સાથે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે નવી પોલીસી જાહેર કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા થશે. જે પોલીસીની મુદ્દત પૂર્ણ થઇ રહી છે તેની સમીક્ષા કરાશે અને નવી કઇ કઇ પોલીસી જાહેર કરવી જે અંગે પણ ચર્ચા કરવામાં આવશેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને વાઇબ્રન્ટ સમિટના આયોજન અંગે માર્ગદર્શન આપ્યા બાદ હવે સમિટના આયોજન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ઉદ્યોગ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી છે, જેમાં વાઇબ્રન્ટ સમિટની થીમ, પાર્ટનર કન્ટ્રી, વિવિધ દેશોના મહાનુભાવોને આમંત્રણ આપવા સહિતની બાબતોને આખરી ઓપ અપાશે. કોરોના મહામારીને કારણે આ વખતે વાઇબ્રન્ટ સમિટનું મહાત્મા મંદિર ખાતે મુખ્ય આયોજન ઉપરાંત વર્ચ્યુઅલ પ્લેટફોર્મની પણ વ્યવસ્થા કરાય તેવી શક્યતા છે. જેથી જે દેશોના આમંત્રિતો તેમજ રોકાણકારો રૂબરૂ આવી ન શકે તો વીડિયો કોન્ફરન્સથી જાેડાઇ શકશે. દર વખતે અધિકારીઓ આમંત્રણ આપવા અને વાયબ્રન્ટના પ્રચાર માટે વિવિધ દેશોના પ્રવાસે જતા હોય છે પરંતુ આ વખતે કોરોનાને કારણે અનેક દેશોમાં નિયંત્રણ હોવાથી રૂબરૂ મોકલાય તેવી શક્યતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *