નવીદિલ્હી
પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. બંગાળ સરકારે, રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના ર્નિણયને યોગ્ય ઠેરવતા, એક એફિડેવિટમાં દલીલ કરી હતી કે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ બનાવટી તથ્યો પર આધારિત છે અને તેમાં હેટ સ્પીચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે પણ પોતાના સોગંદનામામાં કહ્યું છે કે ‘રાજ્ય સરકારને ગુપ્તચર વિભાગ પાસેથી જાણવા મળ્યું છે કે જાે ફિલ્મના સ્ક્રીનિંગની મંજૂરી આપવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે’. પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું, “ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય ગુપ્તચર માહિતીના આધારે લેવામાં આવેલ નીતિગત ર્નિણય હતો. અરજદારોના મૂળભૂત અધિકારોનું કોઈ ઉલ્લંઘન નથી અને નાણાકીય નુકસાનને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન તરીકે ગણી શકાય નહીં. તમને જણાવી દઈએ કે ‘ધ કેરળ સ્ટોરી’ સિનેમાઘરોમાં રિલીઝ થયાના ૩ દિવસ બાદ પશ્ચિમ બંગાળ સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્ય સરકારના આ ર્નિણય સામે ફિલ્મ નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેના પર કોર્ટે બંગાળ સરકાર પાસેથી જવાબ મંગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે બુધવારે સુનાવણી કરશે.