Delhi

ઓસ્ટ્રેલિયાએ ક્વાડ દેશોની મીટિંગ કરી રદ્દ, ત્યાં પ્રધાનમંત્રી મોદી પણ રહેવાના હતા હાજર!..

નવીદિલ્હી
આંતરરાષ્ટ્રિય સ્તરેથી એક ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જેના માટે લાંબા સમયથી દુનિયાભરના મોટા દેશો રાહ જાેઈને બેઠાં હતા તે મહત્ત્વની બેઠક હાલ પુરતી રદ્દ કરી દેવામાં આવી છે. અહીં વાત થઈ રહી છે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ક્વાડ મિટિંગની. ભારતના પ્રધાનમંત્રી પણ આ બેઠકમાં સામેલ થવાના હતા. આખરે કેમ રદ થઈ ગઈ આ બેઠક… શું છે આખો મામલો…તે વિગતવાર માહિતી સાથે…જાણો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે બુધવારે આની જાહેરાત કરી હતી. ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન આ જૂથનો ભાગ છે. આ બેઠક આવતા અઠવાડિયે મળવાની હતી. ઓસ્ટ્રેલિયાએ ક્વાડ દેશોની મીટિંગ રદ કરી છે. પીએમ મોદી પણ તેમાં ભાગ લેવાના હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે બુધવારે આની જાહેરાત કરી હતી. ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન આ જૂથનો ભાગ છે. આ બેઠક આવતા અઠવાડિયે મળવાની હતી.આ ર્નિણય ઓસ્ટ્રેલિયા તરફથી અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેનની બેઠકમાં હાજર રહેવાની અસમર્થતાને કારણે લેવામાં આવ્યો છે. બિડેન હાલમાં અમેરિકામાં દેવાને કારણે ઉદ્ભવતા આર્થિક સંકટના મુદ્દાને ઉકેલવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેણે પોતાનો વિદેશ પ્રવાસ આગામી સપ્તાહ માટે સ્થગિત કરી દીધો છે. આપને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેને દેવાના સંકટ વચ્ચે જી-૭ એશિયા પ્રવાસ રદ્દ કરી દીધો હતો. વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે તે ઓસ્ટ્રેલિયાના પાપુઆ ન્યુ ગિની પણ નહીં જાય. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું કે, રાષ્ટ્રપતિએ અગાઉ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બેનીઝ સાથે વાત કરી હતી અને તેમને જાણ કરી હતી કે તેઓ તેમની ઓસ્ટ્રેલિયાની મુલાકાત મોકૂફ કરી રહ્યા છે. તેઓએ એક તબક્કે વડા પ્રધાનને સત્તાવાર રાજ્ય મુલાકાત માટે આમંત્રણ પણ આપ્યું હતું, જેના માટે ટીમો સંમત થયા હતા. રાષ્ટ્રપતિની ટીમે પાપુઆ ન્યુ ગિનીની ટીમના વડા પ્રધાન સાથે વાતચીત કરી અને તેમને પણ માહિતી આપી. અમે આગામી વર્ષમાં ઑસ્ટ્રેલિયા, ક્વાડ, પપુઆ ન્યુ ગિની અને પેસિફિક આઇલેન્ડ ફોરમના નેતાઓ સાથે જાેડાવાની અન્ય રીતો શોધવા માટે આતુર છીએ.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *