કરાંચી
પાકિસ્તાનની પંજાબ સરકારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને પૂર્વ વડાપ્રધાન અને પાર્ટીના વડા ઈમરાન ખાનના લાહોરમાં જમાન પાર્ક હાઉસમાં છુપાયેલા ૩૦થી ૪૦ આતંકવાદીઓને પોલીસને સોંપવાનો આદેશ આપ્યો છે. આદેશમાં સરકારે પાર્ટીને માત્ર ૨૪ કલાકનો સમય આપ્યો છે.પંજાબ સરકારના કાર્યકારી માહિતી મંત્રી આમિર મીરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપી છે. મીરે ચર્ચા દરમિયાન કહ્યું કે, જાે પીટીઆઈ આ આતંકવાદીઓને હાથ નહીં આપે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે.
આ દરમિયાન પોલીસે ઈમરાન ખાનના જમાન પાર્ક સ્થિત ઘરની બહાર ઘેરાબંધી કરી છે. તે જ સમયે, ઇમરાનના ઘરની બહાર પોલીસના સમાચાર સાંભળીને તેના સમર્થકો પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ઈમરાન ખાનના ઘરે કાર્યવાહી થઈ શકે છે.
આ દરમિયાન પોલીસે ઈમરાન ખાનના જમાન પાર્ક સ્થિત ઘરની બહાર ઘેરાબંધી કરી છે. તે જ સમયે, ઇમરાનના ઘરની બહાર પોલીસના સમાચાર સાંભળીને તેના સમર્થકો પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ઈમરાન ખાનના ઘરે કાર્યવાહી થઈ શકે છે. મીરે વધુમાં કહ્યું કે સરકારને આ બાબતોની માહિતી વિશ્વસનીય ગુપ્તચર તંત્ર પાસેથી મળી છે.
મીરે કહ્યું છે કે જે ઈન્ટેલિજન્સ રિપોર્ટ સામે આવ્યો છે તે ખૂબ જ ખતરનાક છે, એજન્સીઓએ જીઓ-ફેન્સિંગ દ્વારા જમાન પાર્કના મકાનમાં આતંકવાદીઓની હાજરીની જાણ કરી છે. પીટીઆઈ પર કટાક્ષ કરતા મીરે તેને દેશ માટે ખતરો ગણાવ્યો છે.મહત્વનું છે કે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને થોડા દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે.