રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પેઇન્ટીંગ,
શિલ્પકલા અને છબીકલાના ક્ષેત્રે નોંધપાત્ર અને ગણનાપાત્ર યોગદાન આપનારા ગુજરાતના કલાકારોને ગૌરવ પુરસ્કાર એનાયત
કરાય છે. આ માટે રાજ્ય સરકારે કુલ ૩૧ કલાકારોની પસંદગી યાદી જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા ખાસ સમારંભ યોજીને
પસંદ થયેલા આ કલાકારોને રૂ. ૫૧ હજારનો પુરસ્કાર, શાલ અને તામ્રપત્ર વડે સન્માનિત કરવામાં આવશે, એમ ગુજરાત રાજ્ય
લલિતકલા અકાદમીની યાદીમાં જણાવાયું છે.
ગૌરવ પુરસ્કૃત કલાકારોને વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦ માટે સન્માનિત કરવા કુલ ૩૧
કલાકારોની પસંદગી યાદી જાહેર કરાઈ છે, જે નીચે મુજબ છે.
વર્ષ ૨૦૧૬-૧૭
ક્રમ ક્ષેત્ર કલાકારનું નામ
૧ ચિત્રકલા શ્રી જયંતીલાલ રાબડીયા
૨ ચિત્રકલા શ્રી મિલન દેસાઈ
૩ ચિત્રકલા શ્રી કશ્યપ પરીખ
૪ છબીકલા શ્રી અમુલ પરમાર
