Gujarat

તા.૨૮મી મેએ સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે ઉજવાશે

પલ્સ પોલીયો રસીકરણ અભિયાન હેઠળ તા.૨૮મી મે-૨૦૨૩ના રોજ સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે(એસએનઆઇડી) તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ દિવસે ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસી રક્ષિત કરવામાં આવશે. આ સંદર્ભે વિસ્તૃત આયોજન અને અગાઉ થયેલ કામગીરીના સંદર્ભે કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષત્તામાં તા.૨૩/૦૫/૨૦૨૩ સંબંધિત અધિકારી સાથે બેઠક યોજાશે.

કલેક્ટર કચેરી ખાતે મળનાર આ બેઠકમાં મેનપાવર, તાલીમ, લોજીસ્ટીક વાહનોની જરૂરિયાત, જાગૃતિલક્ષી કામગીરી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *