ઢાકા
વર્ષ ૨૦૧૪ સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. જે સમયે બાંગ્લાદેશના લઘુમતીઓના ૧૨૦૧ ઘરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘરોમાં કટ્ટરવાદીઓએ તોડફોડ કરી આગ લગાવી દીધી હતી. હાલમાં જ બાંગ્લાદેશના કોમિલા વિસ્તારમાં કુરાનને લઇને વિવાદ સર્જાયો હતો. અફવાઓને લઇને હિન્દુઓના ઘરોને આગ લગાવી દેવાઇ હતી. અહીં હિન્દુઓ, બૌદ્ધો, ખ્રિસ્તીઓને કટ્ટરવાદીઓ વધુ નિશાન બનાવતા રહ્યા છે. લઘુમતીઓ માટે કામ કરતા યૂનિટ કાઉંસિલનો દાવો છે કે હાલમાં જ થયેલા હુમલામાં ૭૦ લોકો ઘાયલ થયા છે. સાથે જ ૧૩૦ દુકાનો, મકાનો, મંદિરોને હાલમાં આ સપ્તાહમાં જ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો અને મંદિરો પર હુમલાનું પ્રમાણ દિવસે ને દિવસે વધવા લાગ્યું છે. એક ધાર્મિક સંગઠને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે છેલ્લા નવ વર્ષમાં હિન્દુઓના ઘરો અને ધાર્મિક સૃથળો પર અનેક વખત હુમલા થયા છે. આંકડા અનુસાર આ સમયગાળા દરમિયાન ૩૭૨૧ ઘરો અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે સાથે આગ પણ લગાવી દેવાઇ છે. નાગરિક અધિકાર સંગઠન એન ઓ સાલિશ કેંદ્રના આ રિપોર્ટમાં આ આંકડા જાહેર કરાયા છે. ઢાકા ટ્રિબ્યૂનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં બાંગ્લાદેશમાં ૨૦૨૧નું એટલે કે વર્તમાન વર્ષ ભયાનક રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં જ હિન્દુઓના મંદિરો અને પંડાલો પર હુમલાનું પ્રમાણ વધી ગયું છે. રિપોર્ટ અનુસાર આ દરમિયાન હિન્દુઓના મંદિરો, પૂજાસૃથળો પર હુમલાની આશરે ૧૬૭૮ ઘટનાઓ સામે આવી છે. નાગરિક અધિકાર સમૂહના કાર્યકર્તાઓનું કહેવુ છે કે આ આંકડા ભયાવહ છે અને હુમલાના વધતા પ્રમાણને કારણે હિન્દુઓમાં ભયનો માહોલ છે.