Delhi

આર્યન કેસમાં એનસીબીને હાથ લાગી અભિનેત્રી સાથેની ચેટ

નવી દિલ્હી
આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ સ્ટારકિડની ધરપકડને પાયાવિહોણી ગણાવી છે. તેમના કહેવા પ્રમાણે આર્યન પાસેથી કોઈ જ ડ્રગ્સ નથી મળી આવ્યું. તે સિવાય એનસીબીને કોઈ રોકડ પણ નથી મળી. જે વ્યક્તિએ આર્યનને પાર્ટીમાં બોલાવેલો તેની ધરપકડ નથી થઈ. આર્યનને મુનમુન ધમેચા સાથે કોઈ જ કનેક્શન નથી. એનસીબીના કહેવા પ્રમાણે આર્યન ઈન્ટરનેશનલ ડ્રગ પેડલર્સ સાથે કનેક્શન ધરાવે છે. આ એક મોટું ષડયંત્ર છે જેની તપાસ થાય તે જરૂરી છે. આર્યન અરબાઝ પાસેથી ડ્રગ્સ લેતો હતો.અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનના જામીન અંગે આજે ર્નિણય લેવાશે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યનની જામીન અરજી છેલ્લા કેટલાય દિવસોથી આગલી તારીખ પર ટાળી દેવાઈ રહી હતી. ગત ૧૪ ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટમાં જજે વકીલોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ર્નિણય સુરક્ષિત રાખી દીધો હતો. જાેકે આજે આર્યનની પ્રતીક્ષાનો અંત આવી શકે છે. એનડીપીએસની વિશેષ અદાલત આજે એટલે કે બુધવારે આર્યન ખાનની જામીન અરજી અંગેનો ચુકાદો આપશે. આર્યન હાલ આર્થર રોડ જેલમાં બંધ છે. આ બધા વચ્ચે એક સ્ફોટક વાત સામે આવી છે. જાણવા મળ્યા મુજબ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાન સાથે બોલિવુડની એક ઉભરતી અભિનેત્રી સાથેની ચેટ પણ એનસીબીને હાથ લાગી છે. તે ચેટ્‌સમાં નશા અંગે વાતચીત થઈ રહી હતી. કોર્ટમાં દલીલ દરમિયાન એનસીબીની ટીમે આરોપીઓની જે ચેટ્‌સ કોર્ટને સોંપી છે તેમાં આર્યન સાથે આ અભિનેત્રીની ચેટ્‌સ પણ સામેલ છે. તે સિવાય આર્યનની કેટલાક ડ્રગ પેડલર્સ સાથેની ચેટ્‌સ પણ કોર્ટને સોંપવામાં આવી હતી.

Aryan-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *