દિલ્હી
મનસુખ માંડવિયા સ્વસ્થ વિશ્વ માટે ભારતની પ્રતિબદ્ધતાને અનુરૂપ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ‘હીલ ઈન ઈન્ડિયા એન્ડ હીલ બાય ઈન્ડિયા’ તેમજ ‘યુનાઈટેડ ફાઈટ અગેઈન્સ્ટ ટીબી’ થીમ પર સંક્ષિપ્ત કાર્યક્રમોમાં મુખ્ય વક્તવ્ય આપશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા ૨૧થી ૩૦ મે, ૨૦૨૩ દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે યોજાનારી ૭૬મી વિશ્વ આરોગ્ય સભામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સ્વસ્થ વિશ્વ માટે ભારતની પ્રતિબદ્ધતાને અનુરૂપ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ‘હીલ ઈન ઈન્ડિયા એન્ડ હીલ બાય ઈન્ડિયા’ તેમજ ‘યુનાઈટેડ ફાઈટ અગેઈન્સ્ટ ટીબી’ થીમ પર સંક્ષિપ્ત કાર્યક્રમોમાં મુખ્ય વક્તવ્ય આપશે. જેમાં ડો. માંડવિયા મેડિકલ વેલ્યુ ટ્રાવેલ ક્ષેત્રે ભારતના યોગદાન અને વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતમાંથી ક્ષય રોગને નાબૂદ કરવાના ભારતના સંકલ્પનો ઉલ્લેખ કરશે.૨૪ મે, ૨૦૨૩ સુધીના તેમના રોકાણ દરમિયાન, ડૉ. માંડવિયા સહભાગી રાષ્ટ્રો વચ્ચે આરોગ્યસંભાળ સંબંધિત સહકાર માટેની તકોને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. આ સિવાય મીડિયા ટોકમાં પણ ભાગ લેશે. આ દ્વિપક્ષીય બેઠકોમાં સિંગાપોર, ફ્રાન્સ, નેધરલેન્ડ, યુએસ, બાંગ્લાદેશ, આજેર્ન્ટિના, બ્રાઝિલ, કતાર અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ ઉપરાંત મ્ઇૈંઝ્રજી (બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા)ના પ્રતિનિધિઓ સાથે બહુપક્ષીય બેઠક પણ નિર્ધારિત છે.સભાના મુખ્ય કાર્યસૂચિમાં સાવર્ત્રિક આરોગ્ય કવરેજ, જાહેર આરોગ્ય કટોકટી, આરોગ્ય અને સુખાકારી અને વધુ અસરકારક અને કાર્યક્ષમ વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉૐર્ં)ના મુદ્દાઓ પર ચર્ચાઓ અને વિચાર-વિમર્શનો સમાવેશ થાય છે. તે વૈશ્વિક આરોગ્ય માળખાના નિર્માણ માટે વૈશ્વિક સહયોગ અને ભાગીદારીના મહત્વ પર પણ ભાર મૂકે છે અને મૂલ્ય-આધારિત આરોગ્યસંભાળ દ્વારા સાવર્ત્રિક આરોગ્ય કવરેજ પ્રાપ્ત કરવા માટે સામૂહિક રીતે પ્રયત્ન કરે છે.