Gujarat

તહેવારો અને લગ્ન સિઝનને કારણે સોનાના ભાવમાં વધારો

અમદાવાદ
મજબૂત ડોલર અને વૈશ્વિક બજારોના સંકેતોને કારણે સોનું ઊંચા ભાવે કારોબાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આજે કોમેક્સ પર સોનાની કિંમત ૧ ટકા વધી છે. બીજી બાજુ યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડાની અસર પણ સોનાના ભાવમાં વધારો જાેવા મળી રહી છે.દિવાળી પહેલા માંગ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો થતો રહ્યો છે. ફેસ્ટિવલ અને મેરેજ સિઝન વચ્ચે ઇન્ડિયન બુલિયન માર્કેટમાં પણ આજે સોનાના ભાવમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. ૨૦ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સોનાના ભાવમાં પણ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં પણ વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં થોડો ફેરફાર થયો છે. સ્ઝ્રઠ અનુસાર સોનુ ૪૭૩૫૫ ના સ્તરે ખુલ્યું હતું જે તેનું નીચલું સ્તર પણ હતું જાેકે પ્રારંભિક કારોબામાં સારી સ્થિતિ નોંધાવતા ઓનું ૪૭૪૨૫ રૂપિયા સુધી ઉછળ્યું હતું. ગુજરાતમાં સોનાના ભાવ ઉપર નજર કરીએતો સોનુ અમદાવાદમાં ૪૮૯૯૭ પ્રતિ ૧૦ ગ્રામના ભાવે ટ્રેડ થઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *