Gujarat

એસ.ટી.બસ સ્ટેશન ખાતે સણાલી થી અમદાવાદ એસ.ટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું

મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા ના વરદહસ્તે એસ.ટી.બસ નું લોકાર્પણ કરાયું
મહુધા તાલુકાના સણાલી થી અમદાવાદ સુધીની એસ.ટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું લોકાર્પણ પહેલા મહુધા શહેર  અને તાલુકા ભાજપા સંગઠન તેમજ ભાજપા સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાઓનુ ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિઙા , મહુધા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી આઈ.ડી.વાધેલા, મહુધા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ, મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મહુધા એસ.ટી.ડેપો મેનેજર, મહુધા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ રાયસીંગભાઇ પરમાર, મહુધા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ, મહુધા તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામંતસિંહ સોઢા, મહુધા તાલુકા ભાજપા સંગઠન ઉપપ્રમુખ અલ્પેશભાઈ વાઘેલા, મહામંત્રી મધુભાઈ રબારી, પંકજભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ રશ્મિ કાન્ત શાહ, મહુધા શહેર અલ્પસંખ્યક મોરચા પ્રમુખ મોહસીનભાઈ મલેક, પરેશભાઈ દરજી, વિક્રમસિંહ રાઉલજી સહિત મહુધા શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ નગરજનો તેમજ એસ.ટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

IMG_20230525_201307.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *