Gujarat

અતિવૃષ્ટિના સરકારી પેકેજ સામે પીડિત ખેડૂતોનો સવાલ

જામનગર
કૃષિ સહાય અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. કહ્યું છે કે, સરકારે જે સહાય જાહેર કરી છે, તે મેળવવા ખેડૂતોએ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. ત્યારે આ સહાય પર ખેડૂતોના સવાલો પણ ઉભા થાય છે. અને અસંતોષ પણ જાેવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટના અસરગ્રસ્તોને સહાય મળશે? ફક્ત ચાર જિલ્લાઓના ખેડૂતોને સહાય કેમ? અન્ય જિલ્લાઓના ખેડૂતોને સહાય મળશે કે નહી? અન્ય જિલ્લાઓના ખેડૂતોને કેવી રીતે મળશે રાહત ? અન્ય જિલ્લાઓ માટે શું રહેશે સહાય? સરકારના ર્નિણયથી અન્ય અસરગ્રસ્તોમાં વધશે રોષ જાેવા મળી રહ્યો છે.અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાજ્ય સરકાર આજે રાહત પેકેજની જાહેરાત કરશે. કેબિનેટની બેઠક બાદ આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરાશે. સરકારનું આ કૃષિ પેકેજ કેવુ હશે તેના પર નજર કરીએ તો, સરકાર પ્રતિ હેક્ટર ૧૩ હજાર રુપિયા સહાય કરશે. વધુમાં વધુ બે હેક્ટર નુકસાનીમાં સહાય અપાશે. ૩૩ ટકા કરતા વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ સહાય અપાશે. માત્ર જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જીલ્લાના ખેડૂતોને સહાય મળશે. જીડ્ઢઇહ્લ ના ધોરણ કરતા વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે. ૨૫ ઓક્ટોબરથી ૨૦ નવેમ્બર સુધી ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારે આ પેકેજને લઈને ખેડૂતોમાં અસંતોષ જાેવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *