Delhi

ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે IPL 2023 ની બીજી ક્વોલિફાયર મેચમાં જગ્યા બનાવી

નવીદિલ્હી
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે પોતાનું પુનરાગમન જાળવી રાખતાં ૈંઁન્ ૨૦૨૩ની બીજી ક્વોલિફાયર મેચમાં જગ્યા બનાવી લીધી છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમે એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્‌સને એકતરફી હરાવ્યું હતું. આકાશ માધવાલ (૫/૫)ના રેકોર્ડ પ્રદર્શનના આધારે મુંબઈ ૮૧ રને જીત્યું. આ વિજય સાથે મુંબઈએ ફાઈનલ તરફ વધુ એક પગલું ભર્યું છે, જ્યાં પહોંચવા માટે તેનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સાથે થશે. મુંબઈએ આ સિઝનની શરૂઆત સતત બે મેચમાં હાર સાથે કરી હતી. તેના ઉપર, ટીમ પહેલાથી જ જસપ્રિત બુમરાહ વિના રમી રહી હતી જ્યારે જાેફ્રા આર્ચરના રૂપમાં અન્ય અગ્રણી ઝડપી બોલર પણ સંપૂર્ણ રીતે ફિટ નહોતો અને સીઝનની મધ્યમાં બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં મુંબઈ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ લાગતું હતું, પરંતુ હવે ટીમ ફાઈનલ રમવાની નજીક છે. લખનૌ સતત બીજી સિઝનમાં એલિમિનેટરમાં બહાર થઈ ગયું હતું.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *