નવીદિલ્હી
ૈંઁન્ ૨૦૨૩ ની પ્રથમ ક્વોલિફાયર મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મંગળવારે ચેન્નાઈમાં રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ઝ્રજીદ્ભની ટીમ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી. ઋતુરાજ ગાયકવાડને મેચ દરમિયાન તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ મળ્યો હતો. બીજી તરફ, જાડેજાને તેના પ્રશંસનીય પ્રદર્શન માટે ‘મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.ય્ સામે આ એવોર્ડ મેળવનાર રવીન્દ્ર જાડેજાએ એક ટ્વીટ કર્યું હતું. જેના પર ચાહકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક ચાહકો તેમના મંતવ્યો શેર કરીને તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જાેડાવાની સલાહ આપી રહ્યા છે.સ્થિતિ એવી હતી કે તેના ટ્વીટ બાદ થોડા સમય માટે ટિ્વટર પર ‘કમ ટુ ઇઝ્રમ્’ હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો હતો.પ્રથમ બેટિંગ દરમિયાન ૧૬ બોલમાં ૨૨ રનની મૂલ્યવાન ઇનિંગ રમી હતી. ત્યાર બાદ બોલિંગ દરમિયાન તેણે બે મહત્વની વિકેટ ઝડપી હતી. દાસુન શનાકા અને ડેવિડ મિલર જેવા ખતરનાક પ્લેયર્સ જાડેજાનો શિકાર બન્યા હતા.જાડેજા ગુજરાત ટાઇટન્સ સામે ચમક્યોઃ મેચ દરમિયાન ૩૪ વર્ષીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું. તેણે ટીમ માટે ઘણા વરસોથી સારું પ્રદર્શન કર્યું છે અને ઓલરાઉન્ડર તરીકે તેનું યોગદાન ટીમ ઈન્ડિયા માટે પણ એટલું જ મહત્વનું રહ્યું છે.
