Gujarat

પંચમહાલના ચલાલીમાં બુલડોઝર પર વરઘોડો નીકળ્યો

પંચમહાલ
પંચમહાલના કાલોલ પાસે આવેલા ચલાલી ગામે એક અનોખો પરંતુ જાેખમી વરઘોડો નીકળ્યો હતો. જેમાં વરરાજા ઘોડા પર સવાર થઈને નહીં પણ બુલડોઝર પર સવાર થઈને આવ્યા હતા. સામાન્ય રીતે બગી કે ઘોડા પર જ વરઘોડો નીકળતો હોય છે, પરંતુ ચલાલી ગામે પોતાનો વટ પાડવા માટે બુલડોઝર મશીન પર જાેખમી રીતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.આ વરઘોડામાં પગ જાતે જ થરકવા લાગે તેવો ડીજેનો તાલ આંખો અંજાવી દે તેવી રોશની તો આકર્ષણનું કેન્દ્ર હતી જ, સાથે-સાથે મુખ્ય આકર્ષણ બે મોટા-મોટા જેસીબી મશીન હતા. જેના પર વરરાજા સહિત તેમના સગાસંબંધીઓ જાેખમી રીતે સવાર થયા હતા. મશીનને એટલી ઊંચાઈ પર લઈ જવાયા હતા કે અકસ્માત સર્જાવાની શક્યતા હતી. મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી કોઈ દુર્ઘટના સર્જાવાની પણ શક્યતા હતી. તેમ છતાં વરરાજા અને તેના પરિવારે બીજાના જીવ જાેખમમાં મૂકીને પણ વરઘોડો કાઢ્યો હતો.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *