ઉતરાખંડ
ભાજપના અધ્યક્ષ ભાવેશ કલિતાના આ પ્રકારના નિવેદનથી કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા બોબીતા શર્માએ ભાજપ નેતાના આ નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યુ કે, આ ગંભીર ચિંતાનો વિષય છે. રાજ્યની સત્તાધાર પાર્ટી ભાજપના અધ્યક્ષ વિચિત્ર પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. કારણ ગમે તે હોય, આજે વધતા ભાવથી જનતા પરેશાન છે. અમારી સરકારમાં જનતા પર આટલો બોજ નહોતો પડતો.દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. તેનાથી સામાન્ય જનતા ખૂબ જ ત્રાસી ગઈ છે. તો વળી વિપક્ષ પણ આ મુદ્દાને લઈને સરકાર પર સતત દબાણ લાવી રહી છે. સરકારને પણ આ મુશ્કેલ સવાલનો જવાબ આપવામાં ફાંફા પડી રહ્યા છે. જેને દરરોજ ભાજપના નેતા નીત નવા નિવેદનો આપી છટકબારી શોધતા દેખાઈ રહ્યા છે. તાજેતરમાં આસામ ભાજપના અધ્યક્ષ ભાવેશ કલિતાએ પેટ્રોલના ભાવને લઈને નિવેદન આપ્યુ છે, જેને લઈને પાર્ટીનો ચારેકોર ફજેતો થઈ રહ્યો છે. હકીકતમાં જાેઈએ તો, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પર સ્પષ્ટતા આપતાં ભાજપ નેતાએ કહ્યું કે, પેટ્રોલની કિંમત ૨૦૦ રૂપિયા પ્રતિ લિટર આવી જશે, તો બાઈક પર ટ્રિપલ સવારની મંજૂરી આપીશું. ભાજપ અધ્યક્ષે એવું પણ કહ્યુ કે, તેના માટે આપે સરકાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, આસામના તામૂલપુરમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.
