Gujarat

આપણા સારા કાર્યોની પ્રશંસા સાંભળવા આપણે, આપણા બેસણા સુધી રાહ જોવી પડે.! – પ્રતાપભાઇ ખુમાણ 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં વિવિધ જાહેર સંસ્થાઓ તરફથી સ્વર્ગસ્થ પૂર્વ કૃષિ મંત્રી શ્રી વી.વી. વઘાસિયાની પ્રાર્થના સભામાં શ્રદ્ધાંજલિ આપતા, સનરાઈઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અને પત્રકાર સંઘ નાં અધ્યક્ષ પ્રતાપભાઇ ખુમાણે જણાવ્યું હતુ. આપણા માનવ સમાજની કમનસીબી એ છે કે, જીવતે જીવ એમની ટીકા કરવામાં અને પછાડી દેવા માટે, કોઈ કસર છોડી ન હોય. પરંતુ તે વ્યક્તિના મૃત્યુ પછી બેસણામાં પ્રશંસા કરવામાં કોઈ ખામી રખાતી નથી. ધાર્મિક સંસ્થાઓ અને સેવાકીય સંસ્થાઓનાં પ્રતિનિધિઓ ઉપરાંત કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, પ્રભારી ભરતભાઈ બોઘરા, નગરપાલિકા પ્રમુખ દોશી સહિત મોટી સંખ્યામાં તેમનાં ચાહક વર્ગ ઉપસ્થિત રહ્યો હતો.

IMG-20230527-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *