ઊનાના અંજાર ગામ સમસ્ત દ્રારા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પુનઃપ્રાણ પ્રતિષ્ડા મહોત્સવ તા.૨૭ થી ૨૯ મે. ત્રણ દિવસ સુધી
કાર્યક્રમ યોજાનાર છે. આ ધાર્મિક પ્રસંગે ત્રણ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમ યોજાશે. જેમાં દેહ શુધ્ધિ ગણેશ સ્થાપનાનું પૂજન,
મૂર્તિ શોભાયાત્રા, નગર યાત્ર, સ્થાપિત દેવોનું પ્રતિક પૂજન, વિષ્ણુ યજ્ઞ, મંદિરમાં મૂર્તિની સ્થાપના, પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોપણ, યજ્ઞનું
વિવિધ કર્મો સાથે યજ્ઞ બિડાહોમ તેમજ મહા નૈવધ સાથે આરતી સહીતના વિવિધ કાર્યક્રમો યોજાશે. તા.૨૯ ના સાંજે ૬ કલાકે
મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તેમજ તા.૨૯ ના બ્લડ ડોનેશન કેમ્પ ૯ થી ૫ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.