Delhi

કાન્સના રેડ કાર્પેટ પર મૌની રોયનો પ્રિન્સેસ લુક પર ફેન્સ નજર ન હટાવી શક્યા

નવીદિલ્હી
ટીવી પર નાગિન બનીને તેમજ મોટા પડદાં પર વિલેન બનીને, મૌની રોયે પોતાના દરેક પાત્રથી હંમેશા લોકોનું દિલ જીતી લીધું છે. હવે મૌની ફ્રાન્સમાં કાન્સના રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેરતી જાેવા મળી રહી છે. મૌની રોય કાન્સ પર પોતાના તમામ લુકને લઈને ફેન્સને ઈમ્પ્રેસ કરી રહી છે. પરંતુ, થોડા દિવસો પહેલા જ્યારે તેણી રેડ કાર્પેટ પર ઉતરી તો એવું લાગ્યુ કે, કોઈ પ્રિન્સેસ વૉક કરી રહી છે. મૌનીનો નવો લુક જાેરદાર હતો. જેમાં તેણીએ તમામને તેના પરથી નજર ના હટાવવા માટે મજબૂર કરી દીધા હતાં. સારા અલી ખાન, મૃણાલ ઠાકુર, સપના ચૌધરી અને ઘણી એક્ટ્રેસ સહિત મૌની રોયએ પણ આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કર્યુ છે. મૌનીએ લેન્સકાર્ટની સાથે કોલૈબોરેશન કર્યુ છે. જેના લીધે તેણી પોતાના આઉટફીટની સાથે આ કંપનીના ચશ્મા પણ કેરી કરેલા જાેવા મળી રહી છે. મૌની રોયનો કાન્સનો આ લુક જાેઈ તેના ફેન્સ તેના દીવાના થઈ રહ્યા છે. ફેન્સ સતત તેના ફોટો પર કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યા છે. આ સાથે તેના ફોટા ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ સિવાય પણ મૌનીએ પોતાનો એક નવો લુક પોસ્ટ કર્યો છે. જેમાં તેણી બ્લૂ કલરનાં ફેધર આઉટફીટમાં જાેવા મળી રહી છે. આ શોર્ટ એન્ડ ગ્લેમરસ ડ્રેસમાં મૌનીએ બ્લેક કલરના ચશ્માની સાથે પોતાના સ્વેગવાળી તસવીરો શેર કરી છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *