Delhi

ગુજરાત ટાઇટન્સે ફરી એકવાર IPLની ફાઇનલમાં જગ્યા બનાવી

નવીદિલ્હી
અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સે ફરી એકવાર ૈંઁન્ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની વર્તમાન ચેમ્પિયન ટીમે ક્વોલિફાયર-૨માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને એકતરફી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.શુભમન ગિલની રેકોર્ડ સદી અને પછી મોહિત શર્મા અને રાશિદ ખાનની શાનદાર બોલિંગના આધારે ગુજરાતે ૬૨ રનથી આશ્ચર્યજનક જીત નોંધાવી હતી. આ સિઝનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચેનો આ બીજાે મુકાબલો હતો અને તેનું પરિણામ ગત મેચ જેવું જ રહ્યું હતું. ત્યારે ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા ૨૦૦થી વધુ રન બનાવ્યા હતા અને મુંબઈને ૧૬૦ રન પહેલા જ રોકી દીધું હતું. આ વખતે પણ ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને ૨૩૩ રનનો મોટો સ્કોર બનાવતાં મુંબઈને માત્ર ૧૭૧ રનમાં જ ધ્વસ્ત કરી દીધું હતું.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *