જૌનપુર
ઉત્તર પ્રદેશના જૌનપુર સ્થિત પૂર્વાંચલ યુનિવર્સિટીમાંથી એક શરમજનક ઘટના બની છે. પૂર્વાંચલ યુનિવર્સિટીના ૐર્ંડ્ઢનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જાેઇ શકાય છે કે પ્રોફેસર વિદ્યાર્થીની પાસે કિસની માંગ કરી રહ્યો અને પાસ કરવાના બદલામાં શારીરિક સંબંધની માંગ કરી રહ્યો છે. આ વીડિયો વિદ્યાર્થીનીએ પોતે બનાવ્યો છે અને આરોપી ૐર્ંડ્ઢને પાઠ ભણાવવા માટે વિદ્યાર્થીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પૂર્વાંચલ યુનિવર્સિટીમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલામાં પ્રિન્સિપાલે મીડિયાને જણાવ્યું હતું કે તેમને પણ આ વીડિયો મળ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઈ વિદ્યાર્થીની દ્વારા આવી ફરિયાદ કરવામાં આવી નથી. જાેકે આરોપી પ્રોફેસર પાસેથી ખુલાસો માંગવાની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે. સાથે જ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ પણ શરૂ કરી છે.પૂર્વાંચલ યુનિવર્સિટીને પૂર્વ ઉત્તર પ્રદેશની ખૂબ જ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી માનવામાં આવે છે. એક સમયે સમગ્ર પૂર્વાંચલના મોટાભાગના જિલ્લાઓના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી અથવા આ યુનિવર્સિટી સાથે જાેડાયેલી કૉલેજમાં સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કરતા હતા. હાલમાં જૌનપુર, સુલતાનપુર, મઉ, આઝમગઢ, ભદોહી, બલિયા અને અન્ય નજીકના જિલ્લાઓના વિદ્યાર્થીઓ પણ પૂર્વાંચલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.આ મામલો આ કોલેજ સાથે સંબંધિત છે જેમાં પ્રાચીન ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર પ્રદીપ સિંહ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનીને પોતાની કેબિનમાં બોલાવે છે. વિદ્યાર્થીનીને તેમની કેબિનમાં બોલાવ્યા બાદ વિભાગના વડા તેમની સાથે અશ્લીલ વાતો કરે છે. જ્યારે વિદ્યાર્થિની પ્રોફેસરનો ઈરાદો સમજી ગઈ ત્યારે તેણે ગુપ્ત રીતે તેના મોબાઈલથી વિભાગના વડાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો