જુનાગઢ
જૂનાગઢમાં ભાલચેડા ડેમમાંથી મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો મળી આવ્યો છે. ડેમના પાણી ઓસર્યા બાદ મોટાપાયે દવાઓનો જથ્થો જાેવા મળ્યો છે. કોરોનાની રસી, સિરપની બોટલો અને ગોળીઓનો જથ્થો ફેંકી દેવાયેલી હાલતમાં મળ્યો છે. એક તરફ દવાઓની અછતની ફરિયાદ થઇ રહી છે. બીજી તરફ દવાનો જથ્થો મળી આવતા સર્જાયા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. ગુજરાતમાં વારંવાર આ રીતે દવાઓનો જથ્થો ફેંકી દીધેલી હાલતમાં મળી આવે છે. ત્યારે વધુ એક વાર આવી ઘટના બની છે. જાે કે આ વખતે એક ડેમમાંથી દવાઓનો જથ્થો મળી આવ્યો છે. જૂનાાગઢમાં ડેમમાંથી દવાનો જથ્થો મળતા આ અંગે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. મોટાપાયે દવાનો જથ્થો ડેમમાં કોણે ફેંક્યો તે અંગે તપાસ કરવામાં આવશે. જિલ્લા આરોગ્ય વિભાગને ડેમમાંથી મળેલી દવાઓ અંગે તપાસ કરવા જણાવવામાં આવ્યુ છે.સૌપ્રથમ ફેંકી દેવાયેલી દવા સરકારી કે ખાનગી તે અંગે તપાસ થશે. જે પછી દવા પર દર્શાવવામાં આવેલા બેચ નંબર આધારે તપાસ હાથ ધરાશે. તપાસ રિપોર્ટ આધારે દોષિતો સામે કાર્યવાહી થઇ શકે છે.
