Gujarat

જૂનાગઢ ના આર્થીક મધ્યમ પરીસ્થીતીમાં જીવન નિર્વાહ કરતા વૃધ્ધ દંપતીના રૂ. ૩,૫૦,૦૦૦/- ની થેલી ઓટો રીક્ષામાં ભુલી ગયા જૂનાગઢ પોલીસે,રીક્ષાને સીસીટીવી કેમેરાથી માત્ર ૧ કલાકમાં શોધીને દંપતીને થેલી પરત કરી વૃદ્ધ દંપતી એ પોલીસને આશીર્વાદ આપ્યા

જૂનાગઢ ના આર્થીક મધ્યમ પરીસ્થીતીમાં જીવન નિર્વાહ કરતા વૃધ્ધ દંપતીના રૂ. ૩,૫૦,૦૦૦/- ની થેલી ઓટો રીક્ષામાં ભુલી ગયા જૂનાગઢ પોલીસે,રીક્ષાને સીસીટીવી કેમેરાથી માત્ર ૧ કલાકમાં શોધીને દંપતીને થેલી પરત કરી
વૃદ્ધ દંપતી એ પોલીસને આશીર્વાદ આપ્યા

_ગોકળભાઇ ભાણજીભાઇ દેવળીયા જૂનાગઢ ખાતે રહેતા હોય અને જૂનાગઢ બસ સ્ટેન્ડ જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલ, *ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથે રાખેલ ૧ થેલી કે જે થેલીમાં તેમના જીવનની મરણ મુડી તરીકે રોકડ રૂ. ૨,૩૨,૦૦૦/- તથા સોનાના ૧,૧૮,૦૦૦/- રૂ. ના દાગીના સહીત કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- ના મુલ્યની થેલી ઓટો રીક્ષામાં ભુલી ગયેલ,* તેઓ વૃધ્ધ દંપતી હોય, આર્થીક રીતે મધ્યમ પરીસ્થીતી હોય અને જીવનમાં પાય પાય ભેગી કરી અને રૂપીયા ભેગા કરેલ હોય અને આ થેલી ભુલી જતા તે વયોવૃધ્ધ દંપતી દુ:ખી થયેલ અને રડવા લાગેલ. આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા
રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા હેડ કવા. ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધાલ્યાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રહુલગીરી મેઘનાથી, ચેતનભાઇ સોલંકી, ભાવેશભાઇ પરમાર, એન્જીનીયર નીતલબેન મેતા તથા બી ડીવીઝન પો.સ્ટે.ના એ.એસ.આઇ. રવીરાજસીંહ સોલંકી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ગોકળભાઇ ભાણજીભાઇ દેવળીયા જે સ્થળેથી ઓટો રીક્ષામાંથી ઉતરેલ તે સ્થળના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરી ઓટો રીક્ષાના નંબર GJ 34 W 0712 શોધેલ. CCTV કેમેરા દ્રારા રીક્ષાને ટ્રેક કરતા જાણવા મળેલ કે ઓટો રીક્ષા બી ડીવીઝન પો.સ્ટે. વીસ્તારમાં હોય જેથી પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા બી ડીવીઝન પો.સ્ટે.ના એ.એસ.આઇ. રવીરાજસીંહ સોલંકીને જણાવતા ઓટો રીક્ષા મળી આવેલ, તે આધારે ઓટો રીક્ષા ચાલક અતુલભાઇ વાઘેલાને પોલીસ સ્ટાફ દ્રારા પૂછપરછ કરતા જણાવેલ કે પાછળની સીટમાં કોઇ થેલી ભુલી ગયેલ હોય જેથી તેમને ખ્યાલ પણ ન હતો,

જૂનાગઢ નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- ની કીંમતની થેલી શોધી અને ગોકળભાઇ ભાણજીભાઇ દેવળીયાને ફ્ક્ત ૧ કલાકમાં સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી ગોકળભાઇ ભાણજીભાઇ દેવળીયા વૃધ્ધ દંપતી પ્રભાવિત થયેલ અને ખુબજ ભાવુક થઇ ગયેલ હતા અને તેમણે જણાવેલ કે આટલી કીંમતી વસ્તુ પાછી મળશે તેવી તેમણે આશા છોડી દીધેલ અને નેત્રમ શાખા ખાતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ સ્ટાફને આશીર્વાદ આપેલ હતા, અને નેત્રમ શાખા પોલીસ સ્ટાફનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર, મહેશ કથિરીયા

IMG-20230529-WA0183.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *