ગુજરાત અતિત દશનામ સમાજનું સમાચાર પત્ર દશનામ દર્શિતના દરેક જિલ્લા તાલુકા મથકોના પ્રેસ પ્રતિનિધિઓનો સત્કાર
સમારંભ સોમનાથ ખાતે મહેશ્વરી અતિથી ભવનના ઓડીટેરીયમ હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ
પ્રતિનિધિઓને સન્માન પત્ર અને ગીફ્ટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકોટ દશનામ સમાજના યુવા
અગ્રણી પ્રવિણભારથી ધરમભારથી ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્થાનિક આગેવાનો જીતુપુરી, દેવગીરી, શૈલેષગીરી,
ભરતગીરી, રામગીરી, જંયતીગીરી, મનિષભારથી, ગજેન્દ્રગીરી,અશોકગીરી સહીત આગેવાનો તથા અમરેલી શહેર ભાજપના
કારોબારી સભ્ય ભાવેશભાઈ સોમૈયા અને નગર સેવક સંગીતાબેન હરેશભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા દશનામ
સમાજના ભામાષા તરીકે ઓળખાતા પ્રેમગીરીબાપુ રાજકોટ તરફથી સારો સહયોગ પ્રાપ્ત થયો હતો. તેમજ ગીફ્ટ કલ્પેશપુરી
અમરેલી, સન્માન પત્ર દિનેશભારથી ગમાપીપળીયા ફોટોગ્રાફી મંગળપુરી જામખંભાળિયા વિડીયોગ્રાફી પ્રકાશપુરી હડમતીયા તરફથી
મળેલ આ પ્રસંગે સંતવાણી અને લોકસાહિત્યનો કાર્યક્રમ પણ રાખેલ હોય જેમાં રાજેશગીરી મહુવા વાળાએ સંતવાણી અને
વિદુરભાઈ આહીરે લોકસાહિત્ય અને હાસ્યની મોજ કરાવી હતી. આ કાર્યક્રમમા ઉપસ્થિત તમામ લોકોએ સહકાર આપ્યો હતો.
દશનામ દર્શિત સમાચાર પત્રના માલિક મુદ્રક પ્રકાશક અને તંત્રી અતુલપુરી મનસુખપુરી ગોસાઈ અમરેલી વાળાએ રહેવા અને
જમવાની ઉત્તમ પ્રકારની વ્યવસ્થા કરી હતી. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રતિનિધિઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. અને
ઉપસ્થિત સૌએ ખુબ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી..
