મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગારદારૂની બંદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા જીલ્લામાંથી જુગાર/દારૂની બદી દૂર કરવાં માટે સધન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગારદારૂની કડક કાર્યવાહી કરવાં સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા ઇન્પા પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.કે.મોરી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલાના શ્રમજીવીનર વિસ્તારમાં રામાપીરના મંદિર સામેની શેરીમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા છ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૭૨૮– ના મુદ્દામાલ સાથે પકડી પાર્ટી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પો.સ્ટેમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત :
(૧) મંગળભાઇ ભાણભાઇ વીંછીયા ઉ.વ.૫૩ ધંધો ખેતી રહે. સાવરકુંડલા શ્રમજીવીનગર જી અમરેલી
(ર) જયરાજભાઇ આપાભાઇ ધાધલ ઉ.વ.૩૩ ધંધો.હીરાકામ રહે સાવરકુંડલા જેસરરોડ જલારામ સોસાયટી જી.અમરેલી
(૩) ધીરૂભાઇ ભગુભાઇ બોરીયા ઉ.વ.૫૦ ધંધો.હીરાકામ રહે.સાવરકુંડલા શ્રમજીવીનગર જી અમરેલી
(૪) ચંપુભાઇ બાલુભાઈ ખુમાણ ઉ.વ.૪૦ ધંધો હીરાકામ રહે.સાવરકુંડલા શ્રમજીવીનગર જી.અમરેલી
(૫) પ્રકાશભાઇ દેવકુભાઇ વાળા ઉં.વ.૪ ધંધો હીરાકમ રહે.સાવરકુંડલા જેસરોડ જલારામ સોસાયટી જી.અમરેલી
(૬) દેવકુભાઇ બાલુભાઇ ખુમાણ ઉ.વ.૫૦ ધંધો ડ્રાઇવીંગ રહે.સાવરકુંડલા શ્રમજીવીનગર જી.અમરેલી
પકડાયેલ મુદ્દામાલની વિગત :
(૧) રોકડા રૂ. ૧૭૨૮૦–
(ર) ગંજી પત્તાના પાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની તથા પોલીસ ઇન્સ્પેકટર જે.કે.મોરી તથા એ.એસ.આઇ. હિગળાજસિંહ પ્રધ્યુમનસિંહ, પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ, વનરાજભાઇ ગભાભાઇ દ્વારા કરવામાં આવેલ છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


