ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઈ કામદારોને અને તેઓના આશ્રિતોને રહેણાંકના પાકા મકાન બનાવવા માટે ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે.
આ યોજનાનો લાભ સફાઈ કામદારોને અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે. જેમાં કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહીં. આ યોજના હેઠળ સફાઈ કામદારો કે તેમના આશ્રીથતોને રહેણાંકના પાકા મકાનો બનાવવા માટે વ્યક્તિગત રૂ. ૧, ૨૦, ૦૦૦ ની નાણાકીય ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.
આ યોજના અન્વયે વર્ષ ૨૦૨૩ ૨૪ દરમિયાન વધુમાં વધુ લાભ લેવા માટે સફાઈ કામદાર કે તેના આશ્રિતોએ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેથી જૂનાગઢ જિલ્લાના તમામ સફાઈ કામદારો અને તેઓના આશ્રિતોએ જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિ જાતિ કલ્યાણ જૂનાગઢ ની કચેરી દ્વારા લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત છેલ્લા ૩ વર્ષમાં ૪૦ લાભાર્થીઓને રૂ. ૪૧, ૨૦, ૦૦૦ની સહાય ચૂકવવામાં આવી છે.
