ગુજરાત રાજ્ય હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.12 સામાન્ય પ્રવાહનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 69.18 % નોંધાયું છે. આજરોજ જાહેર થયેલા ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં A1 ગ્રેડ મેળવનારા માત્ર એક જ વિદ્યાર્થી છે. જ્યારે A 2માં 38 વિદ્યાર્થીઓ છે. તો 2145 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
