લીલીયા મોટા ખાતે
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. એમ. જોષી તથા એપિડેમિક મેડિકલ ઓફિસર ર્ડો. એ. કે. સિંઘ ની સૂચનાથી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. એ. સિદ્ધપુરા દ્વારા, વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણીના ભાગરૂપે તારીખ 31/05/2023 ને બુધવારના રોજ મોટા લીલીયા ખાતે લોકો તમાકુના વ્યસન થી દૂર રહે તે માટે જન જાગૃતિ લાવવા રેલીનું આયોજન કરાયું આ રેલીનું મામલતદાર શ્રી યુ. ડી. વાઢીયા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવા મા આવેલ રેલી શહેર ના મુખ્ય માર્ગો પર ફરેલ રેલીમાં આરોગ્ય સુપરવાઇઝર, નાયબ મામલતદાર આશિષભાઇ ગોસાઈ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, આશા બહેનો હાજર રહેલ તથા લોકો તમાકુના વ્યસનથી દૂર રહે તે માટે સૂત્રોચ્ચાર કરી જન જાગૃતિ લાવેલ. સમગ્ર રેલીનું સફળ આયોજન કરવા માટે તાલુકા આરોગ્ય સુપરવાઈઝર શ્રી મનસુખભાઇ માધડે ભારે જહેમત ઉઠાવેલ.પી. એસ. આઈ. એસ આર ગોહિલ ની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ બી. આઈ. ગઢવી તથા કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ ગંગલ દ્વારા સમગ્ર રેલીમા પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવેલ.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


