National

દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાનના કમાન્ડિંગ-ઈન-ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારીની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત

અતિવિશિષ્ટ સેવા મેડલ અને વાયુસેના મેડલથી સન્માનિત એર માર્શલ શ્રી નર્મદેશ્વર તિવારીએ મે-૨૦૨૩ માં દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાનના કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને ગૌરવમય કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી. વાતચીત દરમિયાન રાજ્યપાલ શ્રીએ કહ્યું હતું કે, ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરૉબેટિક્સના જાહેર નિદર્શન, ચંદીગઢમાં તાજેતરમાં આરંભાયેલા ઇન્ડિયન એરફોર્સ હેરિટેજ મ્યુઝિયમ વગેરેથી નાગરિકોમાં સેના પ્રત્યેના ગૌરવ અને સન્માનની લાગણી વધુ સુદ્રઢ બને છે. તેમણે ઉજ્જવળ કારકિર્દી માટે એર માર્શલ નર્મદેશ્વર તિવારીને અભિનંદન પાઠવ્યા હતા.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *