Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં 100 કરતા વધુ ગ્રામ પંચાયતોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાહ જોતા ગ્રામજનો વહેલી તકે ચૂંટણીઓ જાહેર કરવા ગ્રામીણ વિસ્તારોમાંથી ઉઠતી માંગ

છેલ્લા છ મહિનાથી અને તે પહેલાથી પણ જે પંચાયતોની મુદત પૂરી થઈ ગઈ છે ચૂંટણી
ક્યારે જાહેર થશે? ક્યારે યોજાશે? તે અંગે ગ્રામજનો કરી રહ્યા છે અનેક સવાલો?
અનામતનો કોર્ટ કેસ ચૂંટણીઓમાં બાધા બનતો હતો હવે તો કોર્ટે ચુકાદો આપી દીધો હોય ત્વરિત ચૂંટણીઓ જાહેર કરવા ગ્રામીણ વિસ્તારોમાંથી ઉઠતી માંગ
     છોટાઉદેપુર જિલ્લાની લગભગ 100 કરતાં વધુ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની થાય છે. જે પંચાયતની મુદત પૂરી થઈ ગઈ છે ત્યાં વહીવટદારોનું રાજ ચાલે છે. ગ્રામ પંચાયત એ મૂળભૂત સ્થાનિક સ્વતંત્રતાની ગાંધી પરિકલ્પના છે. પંચાયતોમાં વહીવટદાર રાજને લીધે ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. આ અંગે પંચાયતના આગેવાનો અને જનપ્રતિનિધિઓ ભારે ચિંતિત છે. અનામત અંગેનો કોર્ટમાં એક કિસ પેન્ડિંગ હતો જેનો ચુકાદો ક્યારનોય આવી ગયો છે. હવે સમગ્ર મેટર સરકારમાં પેન્ડિંગ છે. પરંતુ નિર્ણય લેવાતો નથી જેને લીધે પંચાયત ચૂંટણીઓ હજી ક્યારે યોજાશે તે નક્કી નથી.
      છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી વિસ્તારનો નાગરિક ગ્રામ પંચાયત ચૂંટણી માટે પોતાના મતદાન માટેની રાહ દેખીને બેસી રહયો છે. લોક પ્રતિનિધિ હોય તો ગામડાના વિકાસને વેગ મળે અને ગામડાના પ્રશ્નોની રજૂઆત માટે સ્થાનિક સરપંચ અને પ્રતિનિધિઓ ને પોતાની વાત કહી શકે. આ એક સરળ અને લોકશાહી રાજમાં નાગરિક માટે ગામડાનો સામાન્ય ચૂંટાયેલો પ્રતિનિધિ મહત્વનો ભાગ ગણાતો હોય સાહજિક પ્રક્રિયા ગણવામાં આવે છે. જોકે વહીવટદાર રાજમાં બધા દુઃખી છે. રાજકીય પક્ષોના આગેવાનો આ અંગે કંઈ બોલતા નથી પોતાની વાત જાહેરમાં રજૂ કરતા નથી. જેને લીધે ગામડાઓના બ્લોક કક્ષાના આગેવાનો નો અવાજ રૂંધાઇ રહ્યો છે. છેલ્લા છ મહિનાથી અને તે પહેલાથી પણ જે પંચાયતોની મુદત પૂરી થઈ ગઈ છે ત્યાં અનામતનો કોર્ટ કેસ ચાલતો હોવાને કારણે ચૂંટણી અંગેની કોઈ વાત અધિકારીઓ કરતા ન હતા. ચૂંટણી ક્યારે જાહેર થશે? ક્યારે યોજાશે? તે અંગે કોઈ કશું બોલવા તૈયાર ન હતું.
      જોકે હવે સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. કોર્ટે ચુકાદો આપી દીધો છે. સરકારમાં હવે નિર્ણયની રાહ જોવાય છે. ત્વરિત નિર્ણય લેવાય તો નવા જન પ્રતિનિધિઓ નિયુક્ત થઈ શકે અને પ્રજાને નવા સરપંચોની ભેટ મળે. ગામડાઓની સ્થિતિ તો એવી છે કે ગામડામાં અંદરો અંદર ભાઈઓ વચ્ચે ઝઘડો થાય તો પણ સરપંચ ને બોલાવતા હોય છે, સભ્યોને બોલાવતા હોય છે. તકરારનું નિવારણ સરપંચ કરે તેવી અપેક્ષા રાખાતી હોય છે. સરપંચની બંધારણીય ફરજો એ એક બાબત છે. જ્યારે સરપંચના માથે આવી પડતી પોતાના મત વિસ્તારની જવાબદારીઓ માં સામાજિક, આર્થિક અને બીજી કેટલીક બાબતો સંકળાયેલી હોય છે. જે તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર નિર્ભર હોય છે. હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં લગભગ દોઢસો પંચાયતોની ચૂંટણી કરવાની થાય છે.
       પરંતુ સ્થાનિક ચૂંટણી તંત્ર ઉપરથી મળતા આદેશોની રાહ જોઈને બેસી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ આ અંગે પોતાના ભાગે આવતી જવાબદારીઓનું નિર્વહન કરે તો પંચાયત ચૂંટણીઓ ની જાહેરાત થાય અને નવા પ્રતિનિધિઓની ભેટ પ્રજાને મળી શકે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230601-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *