Gujarat

માણાવદર અનસુયા ગૌધામ ખાતે લોકસાહિત્યકાર હરેશદાન ગઢવીનું જાહેર સન્માન કરાયું

માણાવદરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં કાર્યરત અને ગીર ગાયનું સંવર્ધન કરતી ગુજરાતની સર્વશ્રેષ્ઠ ગૌશાળામાં ગણના પામેલી અનસુયા ગૌધામ ગૌશાળાની ખ્યાતિથી પ્રેરાઈને જાણીતા લોકસાહિત્યકાર હરેશદાન ગઢવીએ આજરોજ આ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ ગૌધમમાં વિશેષ તો એ છે કે તેમાં ગાયોને આપવામાં આવતો ખોરાક અનેક વિટામિનો પોષણક્ષમ આહાર તરીકે અહીં બનાવવામાં આવે છે માત્ર લીલું ઘાસ કે સૂકું ઘાસ નીરીને આ ગાયોને આપવામાં નથી આવતુ. તેને તમામ પ્રકારના વિટામિનો મળે તે માટે ગાયોની દેખરેખ કરતાં માણસો દ્વારા ખોરાક તૈયાર કરવામાં આવે છે.
ગીર ગાયનું સંવર્ધન કરતી આ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓની સેવાને પણ સમયે સમયે બિરદાવી તેમના પણ સન્માનો કરાયા છે અને ગાયોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કર્મચારીઓ દ્વારા 28 થી 30 જેટલી અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ કે જે ઔષધી ગણાય છે તે આપવામાં આવે છે. વિશેષ તો અહીં પરંપરાગત અને વૈદિક પદ્ધતિ દ્વારા ઘી બનાવવામાં આવે છે જે શરીર માટે સંજીવની રૂપ સાબિત થયું છે અહીં કામ કરતા 30 જેટલા કર્મચારીઓનો પગાર હિતેનભાઈ શેઠ તથા મેઘનાબેન શેઠ તરફથી આપવામાં આવે છે આ દંપતી મુંબઈ નગરીની આધુનિક લાઇફ છોડીને માણાવદર સ્થિત થયા છે અને આ કેન્દ્ર સ્થાપ્યું છે. આજે હરેશદાન ગઢવીએ ઓચિંતી આ સંસ્થાની મુલાકાત લીધી હતી અને અહીંની સેવા જોઈને તેમના મોંમાંથી ગાયોને બિરદાવતા દુહા – છંદ નીકળી પડ્યા હતા સાંભળીને સૌ આનંદ પામ્યા હતા ચારણ પુત્ર હરેશદાન ગઢવીને આ સંસ્થા તરફથી અનસુયા ગૌધામના લોગાવાળી છબી અને ચાંદીનો સિક્કો આપી બિરદાવ્યા હતા. હિતેનભાઈ શેઠ તથા મેઘનાબેન શેઠની આવી સુંદર પ્રવૃત્તિથી ગઢવી ભારે આનંદિત થયા હતા અને તેમને આશીર્વાદ આપ્યા હતા
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20230601_144121.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *