સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આમ તો સાવરકુંડલાનું પાણી પીને અમરેલી જિલ્લામાં પત્રકારત્વ જગતમાં કાઠું કાઢનાર શહેરના વરિષ્ઠ પત્રકાર ઈકબાલભાઈ ગોરીનો આજે જન્મદિવસ છે. ખૂબ જ પ્રામાણિક, સૌમ્ય અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવતાં ઈકબાલભાઈએ પોતાના સમગ્ર જીવન દરમિયાન હમેશા સત્યને અગ્રતા આપી છે. પોતાના જીવનકાળમાં કદી પણ અસત્યનો પક્ષ લીધો નથી. પોતે સ્યંમ સત્યના આગ્રહી હોય સમાજમાં પણ એક પ્રતિષ્ઠાભર્યું સ્થાન ધરાવે છે. ખોટું કરવું નહીં અને ખોટું ચાલવા દેવું નહીં એ તેમના જીવનનો જાણે મુદ્રાલેખ ન હોય તેમ પૂરી ઈમાનદારી અને મહેનતથી પોતાનું જીવન વ્યતીત કરતાં ઈકબાલભાઈ સાવરકુંડલા પત્રકાર સંઘના પ્રમુખ તરીકે સેવારત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના મહામંત્રીનું મોભાભર્યું સ્થાન ધરાવે છે છતાં સંપૂર્ણ નિરાભીમાની અને સરળ વ્યક્તિત્વ ધરાવતાં ઇકબાલભાઈ ગોરીની જીવન પધ્ધતિ અનેક લોકો માટે પ્રેરણાદાયી છે. ગુલીસ્તાન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, સાવરકુંડલા મુસ્લિમ સમાજના પૂર્વ પ્રમુખ, અમરેલી જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી તથા અમરેલી જિલ્લા કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના પૂર્વ ચેરમેન તરીકે પણ ખૂબ સફળતાપૂર્વક ફરજ બજાવેલી છે. આમ અનેક જવાબદારીવાળા હોદાઓ પર રહીને ખૂબ સફળતાથી એ હોદ્દાની ગરિમા અને પ્રતિષ્ઠા વધારી છે. આમ અનેક સામાજિક અને રાજકીય સેવાઓમાં હમેશાં અગ્રેસર રહેતાં ઈકબાલભાઈનો એક જ જીવનમંત્ર છે. સત્ય અને ઈમાનદારીના રાહ પર ચાલવું પછી ભલે ગમે તેવું સંકટ પડે.. એવાં દ્રઢ નિર્ધાર સાથે જ જીવનના તમામ ચડાવ ઉતાર પસાર કર્યાં છે. પોતાના આદર્શો અને સિધ્ધાંતોથી કદી ન વિચલિત થવું એવાં સંસ્કાર પણ પોતાના કુટુંબને આપતાં સમગ્ર સમાજ માટે એક આદર્શ સમાજસેવક તરીકેનો પ્રેરણાસ્ત્રોત સમાન છાપ ધરાવતા ઈકબાલભાઈ ખરેખર એક વખત મળવા જેવુ વ્યક્તિત્વ તો અવશ્ય ગણાય. પોતાના જાહેર જીવનના ત્રણ દાયકા પસાર થયા પરંતુ હજુ સુધી પોતાના જીવનને સંપૂર્ણ દાગ રહિત અને નિષ્કલંક રાખીને સામાજિક અને રાજકીય જવાબદારીઓ સ્વીકારવી એ કોઈ નાની મા ના ખેલ નથી. પરંતુ ઈકબાલભાઈએ એ શતપ્રતિશત સાબિત કરી દીધું છે કે સત્યના પથ પર ચાલનારાને મુશ્કેલીઓ અવશ્ય આવે છે પરંતુ અંતે વિજય તો સત્યનો જ થાય છે. આમ તો રાજકોટથી પ્રસિધ્ધ થતું સાંધ્ય દૈનિકના તેઓ રીપોર્ટર અને અખબાર વિતરક પણ છે. અને અકિલાના મોભી એવા કિરીટભાઈ ગણાત્રાના માનીતા પત્રકાર કહીએ તો કશું ખોટું નથી. આજે એમના જન્મદિવસ નિમિત્તે માત્ર સાવરકુંડલા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી તેના ચાહક વર્ગના શુભેચ્છા સંદેશાઓનો ધોધ વહી રહ્યો છે. તેમને શુભેચ્છા આપવા માટે તેમનો ફોન નંબર ૯૮૨૪૮૩૩૪૬૦ પર સંપર્ક થઈ શકે છે.
