ગીર સોમનાથ
જાણીતા ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નારણભાઈ ચૂડાસમાના આગોતરા જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગ આત્મહત્યા પ્રકરણ મામલો સમગ્ર રાજ્યમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો. જે સંદર્ભે વેરાવળ પોલીસ સ્ટેશનમાં નારણભાઈ ચુડાસમા તેમજ તેમના પુત્ર સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે વેરાવળ સેશન્સ કોર્ટમાં નારણભાઈ ચુડાસમા દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આજે કોર્ટે નારણભાઈ ચૂડાસમાના આગોતરા જામીન ના મંજૂર કર્યા છે.