રાજકોટ શહેર અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણનો સત્કાર સમારંભ યોજાયો.
રાજકોટ શહેર તા.૩/૬/૨૦૨૩ ના રોજ રાજકોટ શહેર જુબેલી બાગ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે પદ્મશ્રી વિજેતા હેમંતભાઈ ચૌહાણનો સત્કાર સમારંભ યોજવામાં આવેલ હતો. દલિત સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયેલ હતો તેમજ રાજકોટ શહેરના પૂર્વ કોર્પોરેટરો પૂર્વ ધારાસભ્યો તેમજ બોડી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છ મેઘવાળ સમાજ દ્વારા રાજકોટના સ્વર સમ્રાટ ભજનીક શ્રી હેમંતભાઈ ચૌહાણને ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવેલ જે પ્રસંગે રાજકોટ શ્રી અરવિંભાઇ મણિયાર હોલ ખાતે સૌરાષ્ટ્ર કચ્છના તમામ રાજકીય આગેવાનો એક મંચ પર એકઠા થઈ વિવિધ સંગઠનોને સાથે રાખી મેઘવાળ સમાજ એક થઈ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ નું સન્માન કરવામાં આવેલ. જેમાં વિશાળ સંખ્યા મહાનુભાવો પધારેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.