Gujarat

છોટાઉદેપુર એસ ટી ડેપોમાં આવેલી પાણીની ટાંકી વર્ષોથી જર્જરિત હાલતમાં તૂટવાની રાહ જોવાઇ રહી છે?        

વડોદરા ડિવિઝનનું સૌથી મોટું છોટાઉદેપુર એસ ટી ડેપોમાં આશરે 50 વર્ષ જેવા સમયથી બનાવેલી પાવણીની ટાંકી હાલ ભારે જર્જરિત જોવા મળી રહી છે. પોપડા પડી રહ્યા છે. પરંતુ તંત્ર ટાંકી તૂટવાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટું એસ ટી ડેપો છે. એસ ટી નિગમને વર્ષોથી સૌથી વધુ આર્થિક ફાયદો કરાવી આપે છે. જ્યાં ડીઝલ પંપ પાસે આવેલ પાણીની ટાંકી આવેલ છે. જે સાવ જર્જરિત હાલતમાં થઈ જતા પોપડા પડી રહ્યા છે. જેનાથી ભારે નુકસાન થવાનો ભય રહેલો છે. જે અંગે તાત્કાલિક ધોરણે એસ ટી તંત્ર દ્વારા ટાંકીનું રીપેરીંગ કામ કરવામાં આવે નહીતો ટાંકી નવી બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

           છોટાઉદેપુર એસ ટી ડેપોના ડીઝલ પંપ પાસે આવેલ પાણીની ટાંકીનું પાણી ડેપોની બસો ધોવા તથા અન્ય કામ અર્થે વપરાય છે. પરંતુ વર્ષોથી ટાંકી સાવ જર્જરિત હાલતમાં છે. ટાંકીના સ્લેબના પોપડા ઉખડી નીચે પડે છે. ભવિષ્યમાં જો કોઇના માથે પડે તો ગંભીર નુકસાન થઈ શકે તેમ છે. જેથી ટાંકીનું સમારકામ હાથ ધરવુ ખૂબ જરૂરી છે. તથા નવી બનાવવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
              હાલમાં થોડા વર્ષો અગાઉ આખો એસ ટી ડેપો નવો અને આધુનિક બનાવવામાં આવ્યો છે. મુસાફરોને જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તથા મુસાફરોના સગવડના તમામ સાધનોથી એસ ટી ડેપો સજ્જ છે. પરંતુ પાછળના ભાગે આવેલી પાણીની ટાંકી બનાવવાની રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે શૌચાલય પણ નવી બનાવવાની રહી ગઈ છે. શૌચાલયમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જર્જરિત પાણીની ટાંકી અંગે ઝડપી ઉકેલ લાવવા લોક માંગ ઉઠી છે.
ફોટો — છોટાઉદેપુર એસ ટી ડેપોમાં આવેલી પાણીની ટાંકી વર્ષોથી જર્જરિત હાલતમાં તૂટવાની રાહ જોવાઇ રહી છે?
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230603-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *