છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પંચાયત ખાતે ઘારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા ગ્રામ સેવકો અને વીસીઓની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરાવી વિસ્તારના ગરીબ ખેડૂતોને આ યોજનાનો પુરે પૂરો 100% લાભ મળે તે બાબતે ગ્રામ સેવકો તેમજ ગ્રામ પંચાયતના વીસીઓને સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઈ રાઠવા તાલુકા વિકાસ અધિકારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


