સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટરના ખાડામાં મોટર કાર કાર પડી હોવાની ઘટના બની હતી.
જૂનાગઢના ભુતનાથ મંદીર પાસે આવેલ હાટકેશ હોસ્પિટલ પાસે તંત્ર દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં મોટર કાર ખાબકી હોવાની ધટના બની હતી. મોટરકાર પડી ત્યારે તેમાં દર્દી પણ સાથે પડી ખાડામાં પડતા દર્દીને પણ સામન્ય ઇજા પહોંચી હતી.
સ્થાનીક લોકો ખાડા પડેલ મોટરકારમાં સવાર લોકોને બહાર કાઢવા મદદે આવ્યાં હતા. શહેરમાં અનેક જગ્યાએ ખાડા ખોદી નાખવામાં આવે છે અને કોઈ પણ સાઈન બોર્ડ કે બેરિકેટ પણ લગાવામાં નથી આવતા જેના કારણે અકસ્માતો સર્જાયા હોવાના કિસ્સાઓ ઘણી વખત પ્રકાશમાં આવતા હોય છે.
હજું ચોમાસુ આવ્યુ નથી ત્યાં શહેરની આવી હાલત જોવા મળી રહી છે ત્યારે ચોમાસામાં શું પરિસ્થિતિ નિર્માણ પામશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
જો કે લોકમુખે એવી પણ ચર્ચાઓ થતી જોવા મળી છે કે અજાણતા બને તો દુર્ઘટના કહી શકાય પરંતું જાણી જોઈને જ જો ખાડાઓ ખુલ્લા મૂકવામાં આવે તો તો તંત્ર દ્વારા કોઈનો જીવ લેવા માટેનું કાવતરું જ કહેવાય .


