Gujarat

આત્મહત્યા કરવા પહોંચેલી યુવતીનો ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે જીવ બચાવ્યો

કચ્છ
મંગેતર અવારનવાર સગાઈ તોડી નાખવાની ધમકી આપતો હોવાથી ભુજના હમીરસર તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવવા પહોંચેલી યુવતીને પોલીસે નવજીવન આપ્યું હતું. માંડવી તાલુકાની યુવતી પોતાના મંગેતરના ત્રાસથી મધરાતે ભુજ આવી પહોંચી હતી અને આપઘાત કરે તે પહેલા જ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે તેની કાઉન્સિલિંગ કરી તેનામાં જીજીવિષા જગાવી તેને આપઘાત કરવાથી બચાવી હતી.ગુરુવારે મધરાત્રે ૧૨.૦૪ વાગ્યે એક વ્યક્તિ દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને ફોન કરી જણાવાયું હતું કે ભુજ શહેરના હમીરસર તળાવ પાસે આવેલ ખેંગારજી પાર્કમાં એક અજાણી યુવતી બેઠી હતી. જે ચિંતામાં હોય એવું લાગી રહ્યું હતું. ઉપરાંત આ યુવતી આપઘાત કરવાની વાતો કરતી હતી. જે અંગે માહિતી મળતાં જ પશ્ચિમ કચ્છ પોલીસની અભયમ ટીમના એ.એસ.આઇ., કાઉન્સિર અને પાયલટ ખેંગારજી પાર્ક પહોંચી ગયા હતા.અભયમ ટીમે જાેયું કે એક અજાણી યુવતી ગભરાયેલી હાલતમાં પાર્કમાં બેઠી હતી, જેને વિશ્વાસમાં લઇ આશ્વાસન આપી અને કાઉન્સેલિંગ કરતા યુવતીની પ્રાથમિક માહિતી મેળવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ કાઉન્સિલિંગની શરૂઆતમાં યુવતી ખુબજ ગભરાયેલી હતી જેથી તેણે પરિવારની ખોટી માહિતી આપી હતી. જાે કે, સંતોષકારક જવાબ ન મળતા ટીમ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી હતી.ઘટનાસ્થળે હાજર લોકોને પૂછતા એક યુવકે જણાવ્યું હતું કે થોડી વાર પહેલા યુવતીએ તેમના ફોન પરથી તેમના મામા સાથે વાતચીત કરી હતી. અભયમ ટીમ દ્રારા અસરકારક કાઉન્સેલિંગ કરી ઘણા પ્રયત્નો બાદ યુવતીએ જણાવ્યું હતું કે તે માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહે છે અને તેમની સગાઈ થઈ ગઈ છે.યુવતીનો મંગેતર અવાર નવાર સગાઈ તોડી નાખવાની ઘમકીઓ આપતો હતો અને પીડિત યુવતીના માતા પિતા સગાઈ તૂટી જશે તો તેમની સમાજમાં બદનામી થશે તે ડરથી યુવતીને ખૂબ જ મેણા ટોણા મારતા હતા. પીડિત યુવતી તેમના મંગેતર અને માતા પિતાના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરવાના વિચારથી ઘરેથી નીકળીને ભુજના હમીરસર તળાવ ખાતે આવી પહોંચી હતી. અભયમ ટીમે યુવતીને સમજાવ્યું હતું કે આપઘાત કરવો ગુનો બને છે અને યુવતીને આશ્વાસન આપી જીવનનું મહત્વ સમજાવ્યું હતું, જે બાદ યુવતીએ ક્યારેય મનમાં આપઘાત કરવાનું વિચારશે નહીં તેવું જણાવ્યું હતું. યુવતીએ પોતાના મામાના ઘરે જવાની ઈચ્છા દર્શાવતા અભયમ ટીમે તેમનો સરનામો શોધી તેમને ફોન પર સંપર્ક કરી તેમને બોલાવ્યા હતા. યુવતીના મામા પહોંચ્યા ત્યાં સુધી અભયમની ઓફિસ પર ટીમે યુવતીને બેસાડી રાખી હતી અને તેના મામા ત્યાં પહોંચી આવ્યા બાદ યુવતીના વાલીઓ સાથે ફોન પર વાત કરી હતી જેમણે અભયમ ટીમનો આભાર માન્યો હતો. ૧૮૧ ટીમ દ્વારા યુવતીને સહી સલામત તેના મામાને સોંપ્યા ત્યારબાદ યુવતી રાજીખુશી તેમના મામા ઘરે જવા રવાના થઈ હતી. યુવતીને નવજીવન આપવામાં ૧૮૧ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર ખુશ્બુ પટેલ, એ.એસ.આઇ. રક્ષા ચાવડા અને પાયલટ મહેશ સીજુ જાેડાયા હતા.

Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *