સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા કબીર ટેકરી આશ્રમ ખાતે પ.પૂ.મહંતશ્રી નારાયણદાસ સાહેબનાં સાનિધ્યમાં જેઠ સુદ-૧૫ તા.૦૪/૦૬/૨૩ , રવિવારનાં રોજ શ્રી સદગુરુ કબીર સાહેબનાં ૬૨૫ માં પ્રાગટય મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં સવારે ૬:૦૦ કલાકે બીજક પાઠ, સવારે ૮:૩૦ કલાકે ધજા રોહણ, સવારે ૯:૦૦ કલાકે આરતી, સવારે ૧૦:૦૦ કલાકે સત્સંગ,બપોરે ૪:૦૦ કલાકે ભજન તથા સાંજે ૬:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ હતું.જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભકતોએ સહકુટુંબ તથા મિત્રમંડળ સહિત સમયસર પધારીને આ ધાર્મિક પ્રસંગે અભિવૃદ્ધિ કરેલી હતી તથા શ્રી સદગુરુ કબીર સાહેબ,સદગુરુ તપસ્વીશ્રી રામપ્રતાપ સાહેબ,સદગુરુ શ્રી બિહારી સાહેબ,સદગુરુ શ્રી નિર્મળ સાહેબ અને મહંતશ્રી નારાયણદાસ સાહેબના આર્શીવાદ લઈને ધન્યતાની અનુભૂતિ કરેલ હતી. એમ મનીષભાઈ વિંઝુડાની એક અખબારી યાદીમાં જણાવાયું હતું
