મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ પોરડા સ્થિત સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત હનુમાનજી મંદિરે કઠલાલ સિનિયર સિટીઝન ક્લબ તેમજ કઠલાલ ભાજપ શહેર સંગઠન અને જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા નમો અગેન નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના સ્વયંસેવકો દ્વારા બીપીનભાઈ પટેલનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો ટૂંક સમયમાં પ્રદેશગમન કરી રહેલ સિનિયર સિટીઝન ક્લબના સલાહકાર એવા બીપીનભાઈ પટેલ અમેરિકા જઈ રહેલ હોય ત્યાં તેઓ સુંદર રીતે પોતાની યાત્રા પૂર્ણ કરી પરત પાછા ફરે તેવી શુભકામનાઓ સાથે દરેક મિત્રોએ તેમનું સન્માન કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી દ્વારા બીપીનભાઈ પટેલ ને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા તેમજ સિનિયર સિટીઝન અને ક્રિકેટની ટીમના સૌ સભ્યો દ્વારા તેમનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પધારેલા દરેક મહેમાનોએ બીપીનભાઈ ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે સિનિયર સિટીઝન દ્વારા કાશ્મીરમાં પ્રવાસ કરીને પધારેલા સૌ મહાનુભાવો એ પોતાના અભિપ્રાયો આપ્યા હતા તેમજ બીપીન પટેલ દ્વારા યોજાતા આવા પ્રવાસો તેઓ પરત ફરી સિનિયર સિટીજનોને
દર્શન નો લાભ મળે તે માટે અન્ય પ્રવાસો યોજી કૃતાર્થ કરે તેવી દરેકે ઈચ્છા વ્યક્ત કરી હતી આ પ્રસંગે પ્રવાસે જનાર દરેક મિત્રોએ ફૂલહાર થકી બીપીનભાઈ નું સ્વાગત કર્યું હતું સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ અરવિંદભાઈ શર્મા અને મંત્રી આર જે પટેલ દ્વારા પ્રસંગોચિત ઉત્બોધન કરવામાં આવ્યું હતું અંતમાં રતિલાલ ભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.


