Maharashtra

કોટન-ખાંડી વાયદો રૂ.640 નરમઃ નેચરલ ગેસ, મેન્થા તેલ પણ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,060 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.24753.67 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 4,24,696 સોદાઓમાં કુલ રૂ.32,826.88 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,059.66 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.24753.67 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 66,951 સોદાઓમાં રૂ.4,333.31 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,869ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,031 અને નીચામાં રૂ.59,813ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.143 વધી રૂ.59,991ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.115 વધી રૂ.48,212
અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15 વધી રૂ.5,992ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો
10 ગ્રામદીઠ રૂ.142 વધી રૂ.59,927ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,971ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.72,244 અને નીચામાં રૂ.71,612ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.277 વધી
રૂ.72,149ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.244 વધી રૂ.72,186 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.242 વધી રૂ.72,178 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 64,473 સોદાઓમાં રૂ.2,353.6 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,955ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,957 અને
નીચામાં રૂ.5,811ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.171 ઘટી રૂ.5,833 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની
જૂન વાયદો રૂ.166 ઘટી રૂ.5,838 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.189ના
ભાવે ખૂલી, રૂ.3.80 ઘટી રૂ.184.30 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 3.7 ઘટી 184.6 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.11.09 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,100 અને નીચામાં
રૂ.59,580ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.640 ઘટી રૂ.59,640ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.70 ઘટી રૂ.926.80 બોલાયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,738 સોદાઓમાં રૂ.1,361.66 કરોડના વેપાર થયા હતા.
તાંબુ જૂન વાયદો રૂ.722ના ભાવે ખૂલી, રૂ.0.25 ઘટી રૂ.720.90 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.50 ઘટી
રૂ.204.75 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી
રૂ.209ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.1.45 ઘટી રૂ.205.05
જસત-મિની જૂન વાયદો રૂ.0.75 વધી રૂ.208.95 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,838.77 કરોડનાં
3,068.104 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,494.54 કરોડનાં 345.931 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,544.31 કરોડનાં 26,27,580 બેરલ તથા
નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.809.29 કરોડનાં 4,32,88,750 એમએમબીટીયૂ નાં કામ
થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.194.96 કરોડનાં 9,489
ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.43.09 કરોડનાં 2,355 ટન તાંબાના વાયદાઓમાં રૂ.831.41 કરોડનાં
11,533 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.292.20 કરોડનાં 13,957 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.89 કરોડનાં 1,152 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.4.20 કરોડનાં 45
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,778.403 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 725.277 ટન, તાંબાના વાયદાઓમાં 17,557.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 19,825 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,123 ટન તથા જસત અને જસત-મિનીમાં 27,136
ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 18,03,690 બેરલ તથા નેચરલ ગેસ અને
નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 6,81,18,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 24,144
ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 273.96 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.13.55 કરોડનાં 168 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 606 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 16,127
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,166 અને નીચામાં 16,100 બોલાઈ, 66 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 45 પોઈન્ટ વધી
16,152 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.24753.67 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.763.08 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.588.72 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.22142.97 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1257.61
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.461.24 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.137ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.137 અને નીચામાં રૂ.77.20ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.71.70 ઘટી રૂ.87.20 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.190 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.05 ખૂલી, ઉપરમાં રૂ.10.25 અને નીચામાં રૂ.8.30
રહી, અંતે રૂ.1.45 ઘટી રૂ.8.55 થયો હતો.
સોનું જુલાઈ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.801ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.851 અને નીચામાં રૂ.756ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.51 વધી રૂ.838 થયો
હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.471 ખૂલી,
ઊપરમાં રૂ.544 અને નીચામાં રૂ.450 રહી, અંતે રૂ.62.50 વધી રૂ.531.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,349ના ભાવે ખૂલી, રૂ.132 વધી
રૂ.1,429 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,250ના ભાવે
ખૂલી, રૂ.103.50 વધી રૂ.1,332 થયો હતો. તાંબુ જૂન રૂ.750 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ
રૂ.0.68 ઘટી રૂ.2.01 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.5,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.81ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.148.20 અને નીચામાં રૂ.81ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.59.20 વધી રૂ.137.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.50 ખૂલી, ઉપરમાં રૂ.8.45 અને નીચામાં રૂ.6.50 રહી, અંતે રૂ.1.60 વધી રૂ.8.25
થયો હતો.
સોનું જુલાઈ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.489ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.492.50 અને નીચામાં રૂ.425ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.55.50 ઘટી રૂ.441
થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.261 ખૂલી,
ઊપરમાં રૂ.280 અને નીચામાં રૂ.215 રહી, અંતે રૂ.32.50 ઘટી રૂ.228.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,370ના ભાવે ખૂલી, રૂ.158 ઘટી
રૂ.1,262 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,250.50ના
ભાવે ખૂલી, રૂ.117.50 ઘટી રૂ.1,133 થયો હતો. તાંબુ જૂન રૂ.700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો
દીઠ રૂ.0.37 ઘટી રૂ.3.90 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *