લીલીયા મોટા ખાતે તા.5/6/2023 ના રોજ લીલીયા ગ્રામપંચાયત કચેરી મા ગ્રામ સભાં નું આયોજન કરવા માં આવ્યું હતું અને તેની જાણ લીલીયા ગામ મા કોઈ ને પણ કરાયેલ નથી અને ભૂતકાળ મા પણ આં પ્રશ્ન ઉપજયો હતો ત્યારે નીતિન ડુંગરિયા ઘનશ્યામ બારીયા એડવોકેટ સંજય બગડા દ્વારા ભરપૂર વિરોધ કરી ને ગ્રામ સભા જાહેર માં યોજવા મજબૂર કરેલ ત્યારે લીલીયા મા ગ્રામસભા હોય અને ગામ ના લોકો ને ખબર ના હોય તો ગ્રામસભા મા કોઈ પણ પ્રશ્ન નું નિરાકરણ કેવી રીતે થાય. અને ગ્રામસભાનો મહિમા એવો હોય છે કે પંચાયત ધારા મા અલગ થી જોગવાઈ આપેલી છે કે જે પ્રશ્નો ગામ ના લોકો રજુ કરે અને લીલીયા ની જનતા અનેક અસુવિધા નો સામનો જેવી કે ગટર ના ઉભરતા પાણી થી રોગ શાળો ફાટી નીકળવા નો ભય હાલ ચાલી રહેલ પાણી ની પાઇપ લાઈન ના કામ માં આડેધડ ખોદ કામ કરી રસ્તા ઓ ને લેવલીંગ ન કરી ને જનતા ની મુશ્કેલી માં વધારો કરેલ હોય જેવા અનેક પ્રશ્નો રજૂ થવા ની ભીતિ આ પદાધિકારી ઑ અને અધિકારી ઓને પરેશાન કરે તેમ હોય ત્યારે આવા અઘરા પ્રશ્નો લોકો ગ્રામ સભા સુધી ન પહોંચાડે તેવા ભય ના કારણે પણ હું તું ને રતનીયા ને ભેગા કરી ગ્રામ સભા યોજી નાખી જે પ્રશ્ન ગ્રામ સભા માં રજુ થાય તેનું નિરાકરણ દિન પંદર મા કરવું જોઈએ અને ગ્રામસભાનું આયોજન જયારે હોય ત્યારે અગાવ ગામ મા માઈક તથા ઢોલ વગાડી, રીક્ષા ફેરવી જાહેર ચોક પર બોર્ડ વગેરે થી ગામ ના લોકો ને જાણ કરવી પડે જેથી ગામ ના લોકો હાજર રહે અને પંચાયત ધારા નું યોગ્ય પાલન થાય અને બંધારણ નું પણ યોગ્ય પાલન થાય પણ આતો તાલુકા પંચાયત નકી કરે અને ગ્રામ પંચાયત તરત મૂંગા મોઢે ગ્રામસભા ગોઠવી નાંખે છે આમાં ગામ ના પ્રતિષ્ઠિત, આગેવાનો, વકીલો, શિક્ષકો, ચિત્રકારો, લેખક, પત્રકારો વગેરે તજજ્ઞ લોકો વંચિત રહે રહે છે અને આં તજજ્ઞ વ્યક્તિઓ ના વિચારોથી ગામ ને લાભ થવાના બદલે ખોટ ઉભી થાય છે તેવું લીલીયા ની સમજદાર જનતા કહી રહી છે તો આ બાબતે અધિકારી શ્રી દ્વારા યોગ્ય પગલાં લેવાઇ એવી લોક માંગ ઉઠવા પામી સે જેથી કરી આવનાર દિવસો માં જનતા નો અવાજ દબાવવા માં ન આવે તેમ પત્રકાર ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
