Gujarat

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દ્વારા તા. ૦૮-૦૬-૨૦૨૩ ના રોજ રોજગાર ભરતીમેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે

શ્રીમતી એસ.બી પટેલ આર્ટ્સ એન્ડ શ્રી આર.એન અમીન કોમર્સ કોલેજ, વસો ખાતે ૧૧:૩૦ કલાકે યોજાશે ભરતી મેળો
**
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૦૮-૦૬-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે શ્રીમતી એસ.બી પટેલ આર્ટ્સ એન્ડ શ્રી આર.એન અમીન કોમર્સ કોલેજ, વસો, તા.વસો, જિ.ખેડા ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળામાં ખેડા જિલ્લાના તેમજ જિલ્લા બહારના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ. આઈ.ટી.આઈ-ફિટર, ટર્નર, MMV, ડીઝલ મિકેનીક, ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, બોઈલર એટેન્ડેન્ટ, વેલ્ડર, ડ્રાફ્ટ્સમેન મિકેનિક, આર એએફ એમ, ડિપ્લોમા મિકેનિકલ તેમજ સ્નાતક કક્ષાનાં ઊત્તીર્ણ થયેલ ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે.
ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF567413577 છે. રોજગાર સંદર્ભે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીના હેલ્પલાઇન નં.૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાના જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *