ગીરસોમનાથ જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી…
ઊના શહેરની મધ્યમાં આવેલું અને સંપૂર્ણ રહેણાંક વિસ્તાર એવા દયાનંદ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ ઉના જેમાં
પરિવારો વસવાટ કરે છે. તેમાં યેનકેન પ્રકારે અશાંતિ ઉભી કરવા અમુક લોકો મકાન તથા દુકાન ખરીદ કરવાનો પ્રયત્ન છે. આને લીધે
ભવિષ્યમાં કોમી રમખાણો, દંગાઓ, કોમવાદ, લવ જેહાદ જેવી પ્રવૃતિને લીધે અમારા જીવન ધોરણમાં મુશ્કેલી ઊભી કરવી અને
કાવતરારૂપ ઊંચી કિંમત આપી પ્લોટ, મકાન, દુકાન, ફ્લેટ વગેરે ખરીદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય જેને લીધે રહીસોમાં ભય પ્રસરી
રહ્યો છે.
અન્ય સમાજના લોકોના રહેવાથી તેમની રહેણી કહેણી ખાવા પીવાની વસ્તુઓ નોનવેજ ખાવાના કારણે અમારી ધાર્મિક લાગણી
દુભાય શકે છે. અમારા જીવન ધોરણમાં વિક્ષેપ થાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેથી સોસાયટીના લોકોને રહેવું મુશ્કેલ બની શકે છે.
ભાઈઓ બહેનોમાં એક ભયનું વાતાવરણ ઊભું થયું છે. આ વિસ્તારમાં રહેતી બહેનો દીકરીઓને આવાગમન માટે ભયનું વાતાવરણ
ધીરે ધીરે ઊભું થઈ રહ્યું છે. તેથી આ દયાનંદ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લીમિટેડ ઉનામાં અને આસપાસ રહેઠાંણના
વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરીને તાત્કાલિક આ વિસ્તારમાં ખરીદ કરવા ઈચ્છતા અમુક લોકોના નામે પ્લોટ, મકાન, દુકાન, ફ્લેટ
વગેરે મિલકત દસ્તાવેજ રજીસ્ટર ન થાય તે માટે સબ રજીસ્ટર, મામલતદાર કાર્યાલય, પ્રાંત અધિકારી કાર્યાલય વગેરે સક્ષમ
અધિકારીઓને દયાનંદ ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના રહીસોએ ગીરસોમનાથ જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી માંગ કરેલ
છે.
