વિવાદી શ્રી મુકેશભાઈ શંકરજી બારોટ રહે મલાણા
તાલુકો પાલનપુર જીલ્લો બનાસકાંઠા
વિરુદ્ધ
સામાવાળા – તલાટી ક્રમ મંત્રીશ્રી મલાણા ગ્રામપંચાયત તા.પાલનપુર
અરજ :- જન્મ મરણ અધિનિયમ 1969 ની કલમ 13(3) મુજબ મરણનો દાખલો મેળવવા બાબત
આથી તમામ લાગતા વળગતા ઇસમોને આ જાહેર નોટિસથી જાણ કરવામાં આવે છે કે અરજદાર શ્રી મુકેશભાઈ શંકરજી બારોટ તેમના માતાનું મરણ તારીખ. ૧૬/૧૦/૨૦૧૮ ના રોજ મલાણા ખાતે થયેલ છે. પરંતુ જે તે વખતે કાયદાની અજ્ઞાનતાને કારણે તેમના મરણની નોંધણી મલાણા ગામ પંચાયતના રેકોર્ડ દફ્તરે કરાવાની રહી ગયેલ હોય મરણની નોંધ કરાવવા અરજી કરેલ છે. આ અરજીના અનુસંધાનમાં કોઈ ઈસમને વાંધા યા તકરાર હોય તો આ જાહેર નોટિસ પ્રસિધ્ધ થયા તારીખથી 30 દિવસ સુધીમાં અત્રેની કોર્ટમાં જરૂરી આધાર પુરાવા સાથે વાંધો રજૂ કરવો અન્યથા આગળની ન્યાયીક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની લાગતા વળગતા તમામ ઈસમોએ નોંધ લેવી.
આજરોજ તારીખ તા.૦૫/૦૬/૨૦૨૩ ના રોજ સહી તથા સિક્કો કરી આપેલ..