Gujarat

છોટાઉદેપુર નગર ના પાંજરાપોળ વિસ્તારમાં ભંગાર ના ગોડાઉન માં આગ લાગી

છોટાઉદેપુર નગર ના ફોરેસ્ટ નર્સરી ની સામે આવેલાં પાંજરાપોળ વિસ્તારમાં રાજ ટ્રેડર્સ નામે લોખંડ, પ્લાસ્ટિક વગેરે ભંગાર ખરીદી કરતાં વેપારી નું ગોડાઉન આવેલ છે. આજરોજ અગમ્ય કારણોસર પ્લાસ્ટિક ભંગાર ના ગોડાઉન માં આગ લાગી હતી. એકાએક લાગેલી આગથી પ્લાસ્ટિક નો ભંગાર સરસામાન ભડભડ સળગવા  લાગ્યો હતો જોકે છોટાઉદેપુર ફાયરબ્રિગેડ ને જાણ કરાતા તાત્કાલિક ત્રણેય ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આશરે ત્રીસ થી ચાલીશ મિનિટ બાદ આગ ને કાબુ માં લેવાઈ હતી. આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી પ્રજા ના જીવ તાળવે ચોંટયા હતા. રહેણાંક વિસ્તાર માં આગ લાગતાં લોક ટોળા ઘટના સ્થળે ભેગા થયા હતા. સદનસીબે કોઇ જાનહાનિ થઈ નહોતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230607_182523.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *