નવીદિલ્હી
દિલ્હી થી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ પછી રશિયાના મગદાન એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં ૨૧૬ મુસાફરો અને ૧૬ ક્રૂ મેમ્બર હતા. મળતી માહિતી મુજબ વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાઈ હતી. એર ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને તેની જાણકારી આપી છે. એરલાઈને કહ્યું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર છૈં૧૭૩માં એન્જિનમાં ખામી સર્જાઈ હતી. આ વિમાનમાં ૧૬ ક્રૂ મેમ્બર સહિત ૨૩૨ લોકો હતા. ટેક્નિકલ ખામીના કારણે તેને ડાયવર્ટ કરવામાં આવી હતી અને પછી રશિયાના મગદાન એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. એરલાઈને પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે વિમાનના એન્જિનમાં ખામીની તપાસ કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયાએ કહ્યું કે તે આવતીકાલે મગદાનથી સાન ફ્રાન્સિસ્કો માટે બીજી ફ્લાઈટ ચલાવશે. તે છૈં૧૭૩ ના તમામ મુસાફરોને લઈ જશે, જેઓ હાલમાં મગદાનની હોટલોમાં રોકાયા છે. અમે પ્રયાસો કરી રહ્યા છીએ કે તમામ મુસાફરો વહેલી તકે સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચી જાય. એર ઈન્ડિયાએ કહ્યું કે તમામ મુસાફરોને તમામ યોગ્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને વહેલામાં વહેલી તકે પહોંચવા માટે વૈકલ્પિક વિકલ્પ આપવામાં આવશે. બે દિવસ પહેલા ડિબ્રુગઢ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ગુવાહાટીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનના એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ પ્લેનમાં ૧૫૦ થી વધુ લોકો સવાર હતા. તમને જણાવી દઈએ કે ગયા મહિને એક મોટી દુર્ઘટના ટળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ છૈં ૪૭૫નું બે વખત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેન ત્રીજી વખત લેન્ડ થયું. વાસ્તવમાં એર ઈન્ડિયાની આ ફ્લાઈટ દિલ્હીથી ટેકઓફ થઈ હતી. જાેધપુર પહોંચ્યા બાદ પાયલોટે બે વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો, પરંતુ તે લેન્ડ કરી શક્યા નહીં. આ પછી પાયલટે એરપોર્ટની પ્રદક્ષિણા કરી અને થોડીવાર પછી ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કર્યો. ત્રીજાે પ્રયાસ સફળ રહ્યો.
